________________
૧૯૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો વર્તમાનમાં પણ જ્ઞાન ખાટાં-ગળ્યાને જાણે છે તે તેમાં એક થઈને જાણતું નથી અને જાણ્યા વિના રહેતું પણ નથી. ખાટાં-ગળ્યાં સંબંધીના જ્ઞાનનો જ અભાવ છે એમ નથી. ખાટાં-ગળ્યાંમાં તન્મય થયા વગર તેને જાણે છે માટે તે જ્ઞાનને વ્યવહાર કહ્યું છે પણ ખાટાં-ગળ્યાં સંબંધીનું જ્ઞાન તો પોતાનું જ છે માટે તે નિશ્ચય છે.
જ્ઞાન પરને જાણતાં તેમાં તન્મય થઈ જતું હોય તો તો, જડને જાણતાં જ્ઞાન જડ થઈ જાય...ખાટી ચીજને જાણતાં જ્ઞાન ખાટું થઈ જાય.. એમ તો કદી બને નહિ. જ્ઞાન તો અરૂપી છે તે કદી જડ ન થાય. સ્વને જાણે કે પરને જાણે, જ્ઞાન તો જ્ઞાન જ છે. આત્માને જેમ છે તેમ જાણે છે એ જ રીતે પારદ્રવ્યને તે જેમ છે તેમ જાણે છે. માટે પરના જ્ઞાનનો જ અભાવ છે એમ નથી. ટીકામાં લખ્યું છે – રિજ્ઞાનામાવતા પરિ એટલે સમસ્ત પ્રકારના જ્ઞાનનો આત્મામાં અભાવ નથી. કેવળજ્ઞાન સર્વને જાણે છે. કેવળજ્ઞાનનું જે સ્વરૂપ છે તે જેને ન સમજાય તેને ક્રમબદ્ધ અને નિશ્ચય-વ્યવહારના વાંધા ઊઠે છે. કેવળજ્ઞાનની પર્યાયમાં ભૂલ્યો એટલે મોક્ષતત્ત્વને ભૂલ્યો તે પોતાના સામર્થ્યને પણ ભૂલે છે અને તેને દ્રવ્ય-ગુણ-પર્યાય, પર આદિ બધાંને સમજવામાં ભૂલ પડે છે.
અહો, ભગવાન સર્વજ્ઞ પરમાત્મા–અરિહંતના જ્ઞાનની શી વાત ! જેના જ્ઞાનના બધાં કિરણો ખૂલી ગયા છે. અંશે રાગ હતો તેનો પણ નાશ થઈ ને જે પૂર્ણ વીતરાગ થયા છે. જેમ ફૂલની અનેક કળી સંકોચાયેલી હતી તે બધી ખૂલી જતાં ફૂલ હજાર પાંખડીએ ખીલી નીકળે છે તેમ અરિહંત ભગવાનના જ્ઞાનના સર્વ કિરણો ખૂલી ગયા છે. જે સર્વજ્ઞસ્વભાવ શક્તિ સત્ત્વમાં હતો તે તેમાં એકાકાર થતાં પૂર્ણપણે ખીલી ગયો છે. તે કોને ન જાણે ! આજે સવારે કપાસ ફાટેલો જોઈ ને એમ થયું અરે ! કાળે કપાસ ફાટે તો કાળ પાકશે કેવળજ્ઞાન કેમ ન ફાટે ! ફાટે જ. અંદર શક્તિમાં છે તે પર્યાયમાં ખીલી જાય છે. આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાનનું બીજ રોપ્યું છે તે આત્મામાં સ્થિરતા કરતાં કેવળજ્ઞાનનું ફળ પાકી જાય છે. કેવળજ્ઞાનનો ફાલ પાકે છે. આવા કેવળજ્ઞાનમાં લોકાલોકને જાણે છે પણ તેને વ્યવહારથી જાણે છે એમ કેમ કહ્યું કે, જ્ઞાન તે–મય થઈને લોકાલોકને જાણતું નથી માટે વ્યવહાર કહ્યું પણ જ્ઞાનમાં જેવી પોતાના જ્ઞાનમાં પોતા સંબંધી યથાર્થતા છે તેવી જ પર સંબંધીના જ્ઞાનમાં યથાર્થતા છે. માટે જ્ઞાનમાં કાંઈ ફેર નથી.
આવા જ્ઞાન-દર્શનસ્વભાવી આત્માની જેને પ્રતિતિ થઈ તે પ્રતીતિએ કેટલું ઝીલ્યું છે ! હું એક સર્વજ્ઞ-સર્વદર્શિ તત્ત્વ છું એવો પણ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે. વિકલ્પમાં તો પ્રતીતિ થતી જ નથી. કેમ કે, ભગવાન જ્ઞાનમૂર્તિ તત્ત્વ તેનું જ્ઞાનાનંદમય નિર્વિકલ્પ સત્ત્વ રાગવાળી પર્યાયમાં શ્રદ્ધામાં આવતું નથી. નિર્વિકલ્પ પ્રતીતિમાં જ કેવળજ્ઞાનનો ફાલ લાવનારા બીજ રોપાયા છે.
કોઈને એમ પ્રશ્ન થાય છે કે, ભગવાનના જ્ઞાનમાં નિયત અને અનિયત બંને આવતાં