________________
૧૩૮ )
[ આત્મપ્રકાશ પ્રવચનો છે, તેને ઉપાદેય માને છે એ પ્રભુ! તારી કેટલી વિપરીતતા છે! મોટાને મોટપ ન દીધી અને નાનાને મોટું માન્યું પ્રભુ! એ તારી દૃષ્ટિની વિપરીતતા છે.
ભગવાન આત્મા અનાદિ-અનંત એકરૂપ ચૈતન્ય-અરીસો છે પણ તે કદી ચૈતન્ય ઉપર નજર કરી નથી, જ્ઞાન અને શ્રદ્ધામાં લેવા લાયક ચૈતન્ય તરફ તે કદી દૃષ્ટિ કરી નથી. પર તરફના વિકલ્પોથી રહિત સ્વભાવસનુખના ભાવથી આત્મા આદરણીય છે. સંતોને સ્વભાવ જ આદરણીય છે.
છે જે જ્ઞાનમાં આખું લોકાલોક એક નક્ષત્ર સમાન ભાસે એટલે કે લોકાલોક કરતાં અનંતગણી જેની જાણવાની શક્તિ છે એવા જ્ઞાનસ્વભાવની તને કેમ મહિમા નથી આવતી અને બીજી ચીજની કેમ મહિમા આવે છે? જેને આ સ્વભાવની મહિમા આવે છે એવા ધર્મીને એક આત્મા જ ઉપાદેયપણે વર્તે છે. બીજું બધું ક્ષયોપશમ જ્ઞાન, શ્રદ્ધા આદિ હેય વર્તે છે અને જ્ઞાનના ઉઘાડ આદિની જેને મહિમા છે તેને ભગવાન આત્મા હેય વર્તે છે.
આત્માના અલૌકિક જ્ઞાનસ્વભાવનું માહાસ્ય દર્શાવનાર પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવનો જય હો.
હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતાં પણ લક્ષ શાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યસન્મુખતા રહે છે; મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યફની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિકતભાવ કહ્યો છે તેમ સમ્યકક્સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. જેમ સમયસાર ગાથા ૪મા કહ્યું છે કે મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ શાયકનું એકછત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે. ઉપયોગને બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જ્ઞાયકના જોરથી આગળ વધે તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે.
–પૂજ્ય ગુર્દેવશ્રી