________________
પ્રવચન-૧૪ )
[ ૭૫ તેમાં મદ કેવો? અને તેના દષ્ટિવંતને મદ કેવો? પૂર્ણ પર્યાયને પ્રાપ્ત સિદ્ધોને એવો કોઈ જાતનો મદ ન હોય. વળી માયા કે માન કષાય પણ સિદ્ધોને ન હોય.
- સિદ્ધોને ધ્યાનના સ્થાન નાભિ, હૃદય, મસ્તક, આંખ વગેરે ન હોય. સિદ્ધને નથી તેમ આત્મપદાર્થમાં પણ નાભિ આદિ નથી. ભગવાનને ચિત્તને રોકવારૂપ ધ્યાન ન હોય કેમકે ચિત્ત જ નથી ત્યાં ચિત્તને રોકવારૂપ ધ્યાન ક્યાંથી હોય. વસ્તુમાં વિકલ્પનો અભાવ છે, તો વસ્તુના નિવિકલ્પધ્યાનમાં પણ વિકલ્પનો અભાવ છે અને પરમાત્માની પૂર્ણ પર્યાયમાં પણ વિકલ્પ ન હોય.
આવા નિજશુદ્ધાત્માને હે જીવ! તું જાણ. આચાર્યદેવ પરમાત્મદશાને બતાવતાં બતાવતાં મૂળ તો શુદ્ધાત્માનું સ્વરૂપ કહેતાં જાય છે. સિદ્ધસ્વરૂપ કહેવા પાછળ પ્રયોજન તો આત્માનું સ્વરૂપ સમજાવવાનું છે. હે જીવ! તું તારા આત્માને આવો નિરંજન જાણ !
સારાંશ એ છે કે પોતાની પ્રસિદ્ધિ–મહિમા, પૂર્વે દેખેલા–સાંભળેલાં ભોગોની ઇચ્છારૂપ બધાં વિભાવ પરિણામોને છોડીને શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને શુદ્ધાત્માનો અનુભવ કરવો.
ભાઈ ! તારે ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી છે કે બહારની પ્રસિદ્ધિ તારે જોઈએ
છે?
દિગંબર સંતો ધર્મના સ્તંભ છે. ભગવાન ત્રિલોકીનાથે ફરમાવેલા ધર્મરૂપે પરિણત થઈને અંતર આત્માના આનંદરૂપે પરિણમીને વાત કરે છે કે તું તારી પર્યાયમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ કર. બહારમાં કોઈ તારી પ્રસંશા કરે એનું લક્ષ છોડી દે.
જગતમાં અમારી મહિમા વધે તો ઠીક. અરે ભાઈ! તારી મહિમા તો અંતરમાં છે. અરિહંત ભગવાન પણ તારી મહિમાની વાત પૂરી કરી શકતાં નથી. અહો ! એવો તું સચ્ચિદાનંદ પ્રભુ છો તેની મહિમા કરવી છે કે પુણ્ય અને પુણ્યના ફળની મહિમા કરવી છે?
બહારમાં કોઈ અપૂર્વ વસ્તુ મળી જાય સારો દીકરો થાય કે લક્ષ્મી મળે કે નિધાન મળી જાય ત્યાં આહાહા, મને બહુ મળ્યું ! અરે, છોડ એ વિકલ્પ. આત્મા પ્રાપ્ત થાય તે અપૂર્વ છે. બાકી બધું ધુળ સમાન નકામું છે. ઘણીવાર મળી ચૂકયું છે. તેમાં રાજી થવા , જેવું નથી. સમ્યગ્દર્શન–શાનચારિત્ર તે આત્માની પ્રજા છે તે પ્રજાને પ્રાપ્ત કરવી એ 'અપૂર્વ છે. ૬૦ વર્ષે દીકરો થાય એ અપૂર્વ નથી.
મુમુક્ષુ – અત્યારે તો પૈસા મળ્યાં તો બધુંય મળી ગયું એવું છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :– અરે, પૈસા તો ધૂળ-માટી છે. જ્યારે માંદગી આવે, મરણ પથારીએ હો ત્યારે પૈસા પાસે માગણી કરવી કે આખી જિંદગી મેં તારી પાછળ વીતાવી છે હવે કાંઈક મારી મદદ કર. બ્લડપ્રેશર વધી ગયું હોય-માથું ફરતું હોય.....અરે, પૈસા