________________
પ્રવચન-૧૪ /
[ ૭૩ સિદ્ધ ભગવાનમાં સુગંધ, દુર્ગધ નથી તેમ આત્મામાં પણ નથી. આત્મા તો શશીકાંત શિલા છે. જેમ સ્તુતિમાં આવે છે ને ઇન્દ્રો સમવસરણમાં જાય છે ત્યાં શશીકાંતશિલામાં વિશ્રામ લે છે સફેદ શીલા ઉપર આરામ કરે છે બેસે છે. તેમ ધર્મી સિદ્ધદશા પ્રગટ કરવા જાય છે, ત્યારે પોતાના શાંત, શીતળ, આનંદધામમાં દષ્ટિ કરીને તેમાં વિશ્રામ લે છે. ત્યારે તે પરમાત્મપદને પામે છે. કોઈ દેહની ક્રિયાથી ધર્મી મુક્તિ પામતા નથી.
સિદ્ધમાં ખાટો, મીઠો આદિ પાંચ રસ નથી તેમ ચિદાનંદ ચિકૂપ વસ્તુમાં પણ પાંચ રસ નથી. પાંચ રસથી રહિત ચૈતન્ય આત્માની દૃષ્ટિ કરીને તેનું ધ્યાન કરવું તે મોક્ષનો ઉપાય છે. અંદરમાં જેટલો આનંદ છે તે પ્રવાહરૂપે પર્યાયમાં સિદ્ધને બધો આનંદ આવી જાય છે. લોકો બહારમાં સુખના સાધન માને છે એ તો બધાં આકુળતાના નિમિત્ત છે. આકુળતાના કારણ નથી પણ પોતે આકુળતા કરે છે તેમાં એ સાધનો નિમિત્ત છે.
ભગવાન આત્મા વસ્તુ છે ને ! તો તેમાં વસેલા ગુણ છે ને ! ગોમ્મસારમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે આત્મા વસ્તુ છે માટે તેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ આદિ શીતળ....શીતળ સ્વભાવનું સત્ત્વ અંદરમાં છે. આત્મા અનંત ગુણનું ધામ છે. એ આત્માનું ધ્યાન કરવાથી સિદ્ધભગવાનને એ ગુણો પ્રગટ થઈ ગયા છે.
સિદ્ધભગવાનને ભાષા અભાષારૂપ શબ્દ નથી એથત્ સચિત્ત, અચિત્ત, મિશ્રરૂપ કોઈ શબ્દ નથી. તેમ ભગવાન આત્માને પણ શબ્દ નથી. બોલે છે એ તો વાણી બોલે છે. આત્મા બોલતો નથી. વાણી તો જડ છે. આત્મા ત્રણકાળ ત્રણલોકમાં કદી બોલતો નથી. વર્તમાન પર્યાયમાં શબ્દ અશબ્દ સાથે નિમિત્ત સંબંધ છે પણ વસ્તુમાં તેનો અભાવ છે. ભાષાવર્ગણાને યોગ્ય પરમાણુની પર્યાયમાંથી શબ્દ ઉઠે છે અને અવાજ આવે છે. હોઠથી પણ ભાષા બોલાતી નથી. સિદ્ધને તો ભાષા સાથે પર્યાયમાં પણ નિમિત્તસંબંધ નથી. સંસારી જીવને પર્યાયમાં એટલો ભાષા સાથે નિમિત્તસંબંધ છે.
શીત, ઉષ્ણ, ચીકાશ, લૂખાશ, ગુરુ, લઘુ, મૃદુ અને કઠણ એવા આઠ પ્રકારના સ્પર્શ સિદ્ધને પણ નથી અને દરેક આત્માને પણ આઠ સ્પર્શ નથી.
| સિદ્ધ ભગવાનને જન્મ-મરણ નથી તેમ ભગવાન આત્માને પણ જન્મ-મરણ નથી. વસ્તુનો જન્મ કેવો? અને મરણ કેવું? વસ્તુ તો અનાદિ અનંત અકૃત્રિમ શાશ્વત પદાર્થ છે. ચૈતન્ય વસ્તુને જન્મ—મરણ સાથે નિમિત્તસંબંધ પણ નથી.
આવા ચિદાનંદ, શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ સિદ્ધ પરમાત્માને “નિરંજન' સંજ્ઞા છે. અર્થાત્ એવા પરમાત્માને જ નિરંજનદેવ કહેવાય છે. વળી, તે નિરંજનદેવ કેવો છે? નિરંજન સિદ્ધ પરમેષ્ઠીને ગુસ્સો ન હોય. વસ્તુસ્વરૂપમાં જ ગુસ્સો નથી. સંસારીદશામાં તો જીવ પર્યાયમાં ગુસ્સો-વિકાર ઉત્પન્ન કરે છે પણ વસ્તુમાં વિકાર નથી અને સિદ્ધને તો પર્યાયમાં પણ