________________
૭૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈ જગતના કરવાવાળા પરમાત્મા નથી. નૈયાયિકો અને વૈશેષિકો માને છે કે જગતમાં કોઈ સદાશિવ છે. ખરેખર એવા કોઈ છે નહિ. આત્મા જ શિવસ્વરૂપ–પરમાત્મસ્વરૂપ આનંદનું દળ છે. તેનું ધ્યાન કરવાથી પર્યાયમાં પૂર્ણાનંદરૂપ અવિનશ્વર દશા થઈ તેને શિવ અને મુક્તિ કહે છે.
આ શુદ્ધાત્મા જ શાંત છે, શિવ છે અને ઉપાદેય છે. ઉપાદેય છે એટલે ધ્યાન કરવાલાયક એક શુદ્ધાત્મા જ છે. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! લાડવા તૈયાર કરીને પીરસ્યા છે. ભગવાન આત્માનું “સ્વ” રૂપ જ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન છે. પૂર્ણ પરમાત્મસ્વરૂપ એ જ શક્તિનું સત્ત્વ છે. તેમાં અંશે પણ ફેરફાર નથી. સંસાર તો એક સમયની પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપના ધ્યાનથી પર્યાયમાં સંસારનો નાશ થાય છે અને પ્રશાંત, નિરુપદ્રવ સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે તે સિદ્ધને શિવ અને શાંત કહેવાય છે.
હુબલી ગયા હતા, ત્યાં એક મહંત આવ્યા હતાં, તેને બાર વર્ષથી મૌન હતું અને શિવોહં શિવોહં કરતાં હતાં. અરે ભાઈ! દરેક આત્મા પોતે જ શિવ છે બીજો કોઈ શિવ નથી. પોતાના શિવસ્વરૂપ શુદ્ધાત્માના પ્લાનથી પર્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે તે પરમાત્મા છે. તે મહંતને લીંડીપીપરના દૃષ્ટાંતે વસ્તુની શક્તિનું સ્વરૂપ સમજાવ્યું તો તે બહુ રાજી થયાં.
દુનિયામાં ભલે ગમે તે થાઓ પણ ભગવાન તો નિર્વિકલ્પ પરમાનંદ, શાંત, નિર્વાણપદની અનુભવદશામાં લીન છે. તે પરમાત્મા જ શિવ, શાંત અને કલ્યાણ સ્વરૂપ છે.
હવે આગળ કહેલાં નિરંજનસ્વરૂપને ત્રણ દોહા-સૂત્ર દ્વારા પ્રગટ કરે છે. અહીં પ્રગટ પરમાત્મા કેવા છે તેની વાત ચાલે છે, પણ વસ્તુ તરીકે દરેક આત્મા પણ એવા જ છે એ સમજી લેવું. સંસારી જીવોની અવસ્થામાં એવી દશા નથી પણ વસ્તુ એવી જ છે. જો વસ્તુ પરમાત્મસ્વરૂપે ન હોય તો ભગવાનને પર્યાયમાં એવી દશા ક્યાંથી પ્રગટ થાય ! અને સંસારનો નાશ ક્યાંથી થાય!
ભગવાનને સફેદ, કાળો, લાલ, પીળો અને લીલો એ પાંચ પ્રકારનો વર્ણ નથી. કેમ કે ભગવાન આત્મા શરીર, કર્મ આદિ જડ-માટી–ધૂળથી રહિત છે. શુભાશુભભાવથી પણ રહિત ચૈતન્ય પિંડ જ્ઞાન, આનંદની મહા શીતળ શિલા છે. શાંત, શીતળ આનંદધામ, અસંખ્યપ્રદેશી ચૈતન્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિનો અભાવ છે. ક્યારે?—કે અત્યારે. વર્તમાન એક સમયની પર્યાયમાં નિમિત્ત તરીકે ભલે હો પણ વસ્તુમાં એ કાંઈ નથી. રાગ–àષ પણ એક સમયની પર્યાયમાં છે. વસ્તુ તો તેનાથી રહિત નિર્મળ શીતળ શિલા છે. સંસારની અવસ્થા વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુ તો આનંદ આનંદ આનંદ જ્ઞાનની શાંત શિલા છે. સંસાર અવસ્થા વસ્તુમાં ન હતી તો તે વસ્તુના ધ્યાનથી સિદ્ધ ભગવાને સંસાર અવસ્થાનો નાશ કરી પૂર્ણાનંદદશા પ્રાપ્ત કરી.