________________
૮૬ ]
બધું પહેલાં શાંતિથી વાત સાંભળી, સમજીને નિર્ણય કરવો જોઈએ.
સાંભળ તો ખરો! પ્રભુ ! તારી ચીજ તો નિર્મળ આનંદકંદ છે. તેમાં અજીવ અને આસવનો તો ત્રિકાળ અભાવ છે. શુદ્ધ નિર્મળ આત્મસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને સાથે જે નિર્વિકલ્પ આનંદ પ્રગટ થાય છે તે સંવર, નિર્જરા છે. સંવર, નિર્જરા છે તે જ નિશ્ચય સમ્યગ્દર્શન—જ્ઞાન–ચારિત્ર છે. જે સ્વરૂપે શુદ્ધ વસ્તુ છે તેની દૃષ્ટિ, જ્ઞાન સહિત અંતર એકાગ્રતા કરતાં નિર્વિકલ્પધ્યાન પ્રગટ થાય છે. આવા નિર્વિકલ્પ ધ્યાન વડે નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
વાણી, શાસ્ત્ર, ઇન્દ્રિય કે મનના લક્ષે આત્મા પ્રાપ્ત થતો નથી પણ પોતાના નિર્વિકલ્પ ધ્યાન વડે આત્મા પ્રાપ્ત થાય છે. લોકો આ વાત સાંભળીને રાડ પાડે છે કે ‘જિનવાણીથી લાભ ન થાય એમ માનનારા જૈન નહિ', જિનવાણી પરદ્રવ્ય ? —હા. અનંતવાર પરદ્રવ્ય, અને પરદ્રવ્યનો આત્મા વિષય નથી. ભગવાન આત્મા તો ધ્યાનગમ્ય છે. બીજો કોઈ આત્મપ્રાપ્તિનો ઉપાય નથી. આમાં કોઈ વસ્તુનો લોપ થતો નથી. જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ જ રહે છે. જ્યારે સ્વરૂપમાં એકાગ્રતા ન હોય ત્યારે વિકલ્પ હોય, નિમિત્ત હોય, પરદ્રવ્ય હોય, તેના તરફ લક્ષ હોય, બધું હોય પણ આત્મા તેનાથી અગમ્ય છે એ વાત નક્કી છે.
આત્મા શાસ્રગમ્ય નથી તો આર્ત્તધ્યાનમાં તો આત્મા ગમ્ય ક્યાંથી થાય? આત્મા શાસ્ત્રગમ્ય નથી. દિગંબર સંતોનો આ પોકાર છે. નાગા બાદશાહથી આઘા એવા સંતો જ આવી વાત કહી શકે. અજ્ઞાનીની તાકાત નથી કે આવી વાત કહી શકે.
શાસ્ત્ર એમ કહે છે કે તું અમારા તરફનું લક્ષ છોડી દે, વિકલ્પનું લક્ષ છોડી દે. સ્વભાવનું લક્ષ કર. શાસ્ત્ર સાંભળીને શું કરવું?–કે શાસ્ત્ર કહે છે અજીવથી તો આત્માનું શાન ન થાય, મિથ્યાત્વાદિ પાંચ આસ્રવથી પણ આત્માનું જ્ઞાન ન થાય. શાસ્ત્રથી કે વિકલ્પથી પણ ન થાય અને શાસ્ત્ર સન્મુખના જ્ઞાનથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી. એક નિજ સ્વભાવ સન્મુખ લક્ષ કરવાથી—સ્વભાવના જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્ર કહે છે. માટે શાસ્ત્ર સાંભળીને આત્માનું જ્ઞાન અને ધ્યાન કર તો તેમાં શાસ્ર નિમિત્ત થયું કહેવાય.
આહાહા...તું નિર્માલ્ય નથી. તું માલવાળો છો પ્રભુ! તું પામર નથી પ્રભુ છો. લાકડીના સહારાની જેમ અમારા સહારે તને જ્ઞાન થાય એવો તું પરાધીન નથી એમ શાસ્ત્ર અને સર્વજ્ઞ કહે છે.
ભગવાન સર્વજ્ઞ કહે છે...શાસ્ત્ર કહે છે... ગણધર કહે છે...સંતો કહે છે કે પરલક્ષી વિકલ્પ, પરલક્ષી નિમિત્ત કે પરલક્ષી જ્ઞાનથી તારું જ્ઞાન ન થાય. તારું જ્ઞાન તારા ધ્યાનથી થાય. પણ જીવને અનાદિથી ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે એટલે પ૨ તરફ અપેક્ષા રાખે છે તેથી કહે છે ભાઈ! ભીખ માંગવી એ તારું કામ નથી. તારી શક્તિની મહિમા