________________
દર )
ઘમકાશ પ્રવચનો
ઈન્દ્ર પણ સિદ્ધોનું ધ્યાન કરે છે, નારાયણ એટલે વાસુદેવ પણ સિદ્ધપરમાત્માનું ધ્યાન કરે છે, દ્ધ પણ ભગવાન સિદ્ધનું ધ્યાન કરે છે. ત્રણલોકમાં જે વંદનીક, પૂજનીક ભગવાન ગણાય છે એવા ઈન્દ્રાદિ પણ પૂર્ણાનંદ શુદ્ધ સિદ્ધપરમાત્માનું ધ્યાન કરે છે એટલે જ સિદ્ધ ભગવાનને ત્રણ લોકના વંદનીક કહેવાય છે. સિદ્ધ પરમાત્મા “ત્રિભુવન વંદિતમ્ છે. ઊર્ધ્વ, મધ્ય અને અધોલોકમાં વંદનીક છે.
એ સિદ્ધ પરમાત્માને શું પ્રાપ્ત થયું છે? કે કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતવીર્ય, અનંત સુખ આદિ અનંત ગુણની નિર્મળ અવસ્થા પ્રગટ થઈ છે. આવા વીતરાગ નિર્વિકલ્પ શુદ્ધ પરમાત્મામાં મનને સ્થિર કરીને તેનું ધ્યાન કર એટલે જ્યાં પૂર્ણ શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરવા જાય છે ત્યાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપ નિજ ભગવાન આત્માનું જ ધ્યાન થઈ જાય છે.
સારાંશ એ છે કે કેવળજ્ઞાનાદિરૂપ પરમાત્મા સમાન રાગાદિ રહિત નિજ શુદ્ધાત્માને ઓળખ ! રાગાદિ રહિત શુદ્ધાત્મા જ સાક્ષાત્ ઉપાદેય છે.
સર્વજ્ઞ એટલે પૂર્ણ જેની દશા, જેની જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોક જણાય, એક સમયની દર્શનની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોક દેખાય, એક સમયના આનંદમાં અનંત અનંત અતીન્દ્રિય આનંદનું વેદના થાય, એક સમયનું વીર્ય અનંત ગુણની નિર્મળતાને રચે, એવા એવા અનંતગુણની નિર્મળ પર્યાય જેને પ્રગટ થઈ ગઈ છે એવા સર્વજ્ઞની સત્તાનું ધ્યાન તે નિજ શુદ્ધાત્મસ્વરૂપ જ ધ્યાન છે.
પરમાત્મા રાગ રહિત પૂર્ણ શુદ્ધ છે એમ ધ્યાન કરતાં રાગ રહિત પૂર્ણ શુદ્ધ નિજ પરમાત્મા ઉપર દૃષ્ટિ જાય, તેનું જ્ઞાન કરે અને આદર કરે ત્યારે તેણે પરમાત્માનું ધ્યાન કર્યું કહેવાય.
જ્યાં સુધી પોતાની પર્યાયમાં પરમાત્માના સ્વરૂપનો સ્વીકાર ન થાય–પરમાત્મા આવા હોય એવું જ્ઞાન ન થાય. સ્વીકાર અને સત્કાર ન આવે ત્યાં સુધી આત્માનું ભાન થાય નહિ અને આત્માના ભાન વગર કોઈ ચારિત્ર હોતું નથી. ભગવાન પૂર્ણાનંદ પરમાત્મા છે એમ નક્કી કરવા જાય ત્યાં વિકાર અને વિભાવ રહિત સ્વભાવ તરફ ઢળે છે, ત્યારે હું તો નિર્વિકલ્પ જ્ઞાતા-દ્રષ્ટા છું એવી પ્રતીતિ સહિત તેમાં ઠરવારૂપ ચારિત્ર આવે છે. સ્વભાવના ભાન વગર ચારિત્ર કદી હોતું નથી. * કોઈ આત્માના ભાન વગર ક્રિયા કરીને તેમાં ચારિત્ર મનાવતાં હોય તેને કોણ અટકાવી શકે. એની પર્યાયની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે થયા કરે તેને કોઈ બીજો અટકાવી ન શકે. જે પોતે સ્વભાવના ભારપૂર્વક જ્ઞાતા-દ્રષ્ટા થાય તેને બીજામાં ફેરફાર કરવાની બુદ્ધિ રહેતી નથી.
અહા ! પરમાત્માની શી વાત ! જેની એક સમયની જ્ઞાનપર્યાયમાં ત્રણકાળ ત્રણલોક જણાય, જેને એક સમયમાં પૂરણ...પૂરણ...પૂરણ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય, જેનું