________________
અર્થ: પૂર્વકાળમાં અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યાં હતાં તે હવે ઉદયમાં આવીને ફળ આપે છે, તેમાં અનેક તો શુભ છે જે સુખદાયક અને અનેક અશુભ છે જે દુ:ખદાયક છે; ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ આ બન્ને પ્રકારના કર્મોદયમાં હર્ષવિષાદ કરતા નથી-સમતાભાવ રાખે છે. તેઓ પોતાના પદને યોગ્ય ક્રિયા કરે છે, પણ તેના ફળની આશા કરતા નથી. સંસારી હોવા છતાં પણ મુક્ત કહેવાય છે, કારણકે સિધ્ધોની જેમ દેહ આદિથી અલિપ્ત છે, તેઓ મિથ્યાત્વથી રહિત અનુભવ સહિત છે, તેથી જ્ઞાનીઓને કોઇ આસ્ત્રવ સહિત કહેતું નથી.
ખરેખર વાત એમ છે કે શુનયના વિષયભૂત અર્થ (નિજ ભગવાન આત્મા)નો આશ્રય કરનાર જ્ઞાનીજનોને અનંત સંસારના કારણભૂત આસ્ત્રવબંધ થતો નથી. રાગ અંશ માત્ર શેષ રહી જવાથી થોડો ઘણો આસ્તવ બંધ થાય છે તેની ઉપેક્ષા કરી અહીં જ્ઞાનીને નિરાસ્ત્રવ અને નિબંધ કહ્યા છે. એમ તો એટલે સુધી સમયસાર નાટકના આસ્ત્રવદ્વાર છન્દ ૧૩માં કહ્યું છે કે “છે નિચોડ આ ગ્રંથનો, આ જ પરમરસ લક્ષ,
તજે શુધ્ધનયને તો બંધ છે, ગ્રહે શુધ્ધનય તો મોક્ષ.”
આસ્ત્રવનો નિરોધ સવર છે તેથી મિથ્યાત્વ આદિ આસ્ત્રવોનો નિરોધ થવાથી સંવરની ઉત્પત્તિ થાય છે. સંવરથી સંસારનો અભાવ અને મોક્ષમાર્ગનો આરંભ થાય છે તેથી સંવર સાક્ષાત્ ધર્મસ્વરૂપ જ છે. સમયસાર ગાથા ૧૯૦ થી ૧૯૨ માં કહ્યું છે કે
“રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અવસાનને, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમજ યોગને.” “હેતુ અભાવે જરૂર આસ્ત્રવરોધ જ્ઞાનીને બને, આસ્ત્રવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને.” “કર્માંતણા ય અભાવથી નોકર્મનું રોધન અને નોકર્મના રોધન થકી સંસાર સરોધન બને.”
સર્વદર્શી ભગવાને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ અધ્યવસાનોને આસ્ત્રવોનાં કારણ કહ્યાં છે. મિથ્યાત્વ આદિ કારણોના અભાવથી જ્ઞાનીઓને નિયમથી આસ્ત્રવોનો નિરોધ થાય છે અને આસ્ત્રવભાવ વગર કર્મનો નિરોધ થાય છે. તેમ કર્મના અભાવમાં નોકર્મનો અને નોકર્મના અભાવમાં સંસારનો જ નિરોધ થઇ જાય છે.
સંવર અનંત દુ:ખ સંસારનો અભાવ* કરનાર ને અનંત સુખસ્વરૂપ મોક્ષનું કારણ છે.
Jain Educationa International
૨૦
For Personal and Private Use Only
www.jainelibrary.org