________________
ધ્યાનરૂપ જ છે. પ્રતિક્રમણમાં ધ્યાનથી ભૂતકાળના દોષોનું નિરાકરણ થાય છે, તો આલોચના અને પ્રત્યાખ્યાનમાં વર્તમાન અને ભવિષ્યના, – માત્ર આટલુંજ અંતર છે. આ વાત ગાથા ૯૫ મી ઉપર ધ્યાન આપવાથી સ્પષ્ટ થઈ જાય છે.
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાને આત્મને પચખાણ છે તે જીવને” અર્થ :- સમસ્ત જલ્પને (વચન વિસ્તારને) છોડીને અને અનાગત શુભ અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે.
આમાં “અનાગત’ શબ્દ ધ્યાન આપવા યોગ્ય છે. આથી સિદ્ધ થાય છે કે પ્રત્યાખ્યાન ભવિષ્ય સંબંધી દોષોના ત્યાગથી સંકળાયેલ છે.
ત્યાર પછી આઠમો શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર આરંભ થાય છે, જે એકસો એકવીસમી ગાથા સુધી ચાલે છે. આમાં પણ આત્મધ્યાનને જ શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે. ૧૧૭ મી ગાથામાં ચોકખે ચોકખું લખ્યું છે કે :
“બહુ કથન શું કરવું ? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત તું, નાના કર્મક્ષય હેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું.”
અર્થ :- બહુ કહેવાથી શું? અનેક કમોંના ક્ષયનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત જાણ.
આમાં તપશ્ચરણને શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે, પણ ધ્યાન જ સર્વોત્કૃષ્ટ તપ છે, તેથી ધ્યાન જ શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત થયું. આગળ ચાલતાં ધ્યાનને જ સ્પષ્ટરૂપથી શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે.
આ પછી પરમ સમાધિ અધિકાર આરંભ થાય છે, જેની પહેલી ગાથા (નિયમસાર ગાથા-૧૨૨) માં જ કહ્યું છે કે
“વચન ઉચ્ચારણ ક્રિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજ આત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી.” અર્થ :- વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે.
ત્યાર બાદ એક સો તેત્રીસમી ગાથા સુધી સતત આ જ વાતને અનેક પ્રકારથી દઢ કરી છે. પહ્મપ્રભમલધારિદેવનો તે કળશ, કે જેના આધારે તેમને ભાવિ તીર્થકર કહેવાય છે, પરમ સમાધિ અધિકારમાં જ આવે છે. તે બસો બારમો કળશ નીચે મુજબ છે.
જો શુદ્ધ દષ્ટિવંત જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સતું ચારિત્રમાં સદા આત્મા જ ઉર્ધ્વ રહે છે તો રાગના નાશના કારણથી તે, ભવભયહર અભિરામ ભાવિતીર્થનાથને, આ સાક્ષાત્ સહજ સમતા નિશ્ચિત છે.”
૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org