Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 141
________________ ગાથા ૧૨ ૨, ૧૨૩, :- વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. સંયમ નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુકલધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. ૧૫૫ નહિ રાગ અથવા ટ્રેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮. જે નિત્ય વર્જી આર્ત તેમ જ રૌદ્ર બને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯. જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુકલ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. ગાથા ૧૨૮, ૧૨૯, ૧૩૩. : જેને રાગ કે દ્વેષ (નહિ ઉપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, (જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વર્જે છે), જે ધર્મધ્યાન અને શુકલધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ૧૫૬ વળી મોક્ષગત પુરૂષો તણો ગુણભેદ જાણી તેમની, જે પમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી ૧૩૫ ગાથા ૧૩૫ :- જે જીવ મોક્ષગત પુરૂષોનો ગુણભેદ જાણીને તેમની પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે ભક્તિ કહી છે. મુક્તિને પ્રાપ્ત થયેલા મહાપુરુષો ભગવંતોનો ગુણાનુવાદ જ વ્યવહાર ભક્તિ છે. ૧૫૭ શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વર. ૧૩૬ ગાથા ૧૩૬ :- મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક્ પ્રકારે સ્થાપીને નિવૃત્તિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ અસહાય ગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. સહાયગુણવાળો એટલે જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો (આત્મા સ્વત:સિધ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી સહાયગુણવાળો છે.) જે પોતાના આત્માની ભક્તિ કરે છે, તે પોતાના આત્મામાંજ પોતાપણું ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176