Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 139
________________ ગાથા ૯૨ :- ઉત્તમાર્થ (ઉત્તમ પદાર્થ) આત્મા છે; તેમાં સ્થિત મુનિવરો કર્મને હણે છે. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. (જુઓ પંચાસ્તિકાય સંગ્રહ ગાથા-૧૫૨) ૧૪૬ રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩. ગાથા ૯૩ :- ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. ૧.૪૭ પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫. ગાથા ૯૫ :- સમસ્ત જલ્પને (વચનવિસ્તારને) છોડીને અને અનાગત શુભઅશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે. ૧૪૮ પરિવ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૂં ૯૯. ગાથા ૯૯ :- હું મમત્વને પરિવ છું અને નિર્મમત્વમાં સ્થિર રહું છું; આત્મા મારૂં આલંબન છે અને બાકીનું હું તદું છું. ૧૪૯ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા. પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૧૦૦. ગાથા ૧૦૦ :- ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે. Jain Educationa International ૧૨૯ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176