Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 149
________________ ૧૭૯ આત્માય તેમ સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે; અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪. સસૂત્ર–શાસ્ત્રનો જાણનાર. અદષ્ટ પણ–દેખાતો નહિ હોવા છતાં (અર્થાત ઈદ્રિયોથી નહિ જણાતો હોવા છતા). ગાથા-૪. જેમ સૂત્ર (દોરા) સહિત સોય દષ્ટિમાં આવી જાય છે અને ગુમ થતી નથી તેમ સંસારી જીવને આત્મા ઇન્દ્રિયગોચર ન હોવા છતાં જો તે સૂત્ર સહિત અર્થાત્ સૂત્રનો જાણકાર હોય તો તેને સ્વસવેદનથી ચૈતન્ય ચમત્કારી આત્મા પ્રત્યક્ષ જણાય છે, અનુભવમાં આવે છે. ૧૮૦ પણ આત્મને ઈચ્છયા વિના ધર્મો અશેષ કરે ભલે. તો પણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે–આગમ કહે. ૧૫. ગાથા૧૫. શ્રાવકનો મુખ્ય ધ્યેય અને લક્ષ્ય પોતાના આત્માની ઈચ્છા કરવી અને પોતાના સ્વરૂપમાં રુચિ કરવાની છે અને જે તેને ઈષ્ટ ગણતો નથી અને ધર્મનાં અન્ય સમસ્ત આચરણ કરે તો પણ સિધ્ધિ અર્થાત મોક્ષ મેળવતો નથી અને તેને અનંત સંસારી કહ્યો છે. ૧૮૧ રે! હોય નહિ બાલાઝની અણીમાત્ર પરિગ્રહ સાધુને; કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭ બાલાગ્ર–વાળની ટોચ ગાથા-૧૭ વાળના અગ્રભાગ જેટલો અર્થાત અણી માત્ર પણ પરિગ્રહ સાધુને હોતો નથી. પોતાના હાથમાં બીજાનો દીધેલ પ્રાસુક આહાર દિવસમાં માત્ર એકવાર લે છે, વારંવાર લેતા નથી અને તે પણ એક જ સ્થાન ઉપર ઊભા ઊભા લે છે, અને તેજ દિવસે અન્ય સ્થાને પણ લેતા નથી. ૧૮૨ જમ્યા પ્રમાણે રૂ૫, તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. ૧૮ ૧૩૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176