Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 164
________________ બંધાઈ પોતાની ભૂલથી સ્વમાંથી ખસી જાય છે અને મોહ, રાગ દ્વેષ આદિ ભાવોથી સંયોગ થતાં અન્ય અન્ય પ્રકારે થતો દેખાય છે. રાગાદિ વિકાર છે તે પુદ્ગલના છે અને તે જીવના જ્ઞાનમાં આવી ઝળકે છે, ત્યારે જીવ તે વિકાર સાથે તન્મય થઇ એમ માને છે કે તે વિકારભાવ મારા છે. જયાં સુધી તે બન્ને વચ્ચે ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવ અન્ય અન્ય પ્રકારના વિકાર ભાવરૂપ અનુભવમાં આવે છે. તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯. અકૃતાર્થ–પ્રયોજન સિદ્ધ ન કરે એવુ; અસફળ. ગાથા-૫૯ જે જ્ઞાન તપરહિત છે અને જે તપ જ્ઞાન રહિત છે તે બન્ને આકાર્યકર છે તેથી જ્ઞાન અને તપ સાથે હોય તો જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. કોઇ જ્ઞાન ચર્ચા તો .બહુ કરે પણ તપ કરતા નથી અને સ્વચ્છંદી થઇ પ્રવર્તે છે. વળી કોઈ વ્રત, તપ આદિથી સિધ્ધિ માની તેમાં તત્પર રહે અને ક્રિયા જડ થઇ પ્રવર્તે છે. આચાર્ય કહે છે કે આ બન્ને અજ્ઞાની છે. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે અને તેજ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૨૨૪ આત્મા જણાય ન, જયાં લંગી વિષયે પ્રવર્તન નર કરે; વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્મને. ૬૬. વિષયે વિરક્તમનસ્ક=જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા; વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા ગાથા ૬૬ જીવસ્વભાવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે તે જે જ્ઞેય પદાર્થ સાથે જોડાય છે, તન્મય થાય છે, એકત્વ બાંધે છે, ત્યારે જીવ તે પદાર્થના સ્વરૂપ જેવો થઇ જાય છે, પોતાને તે પદાર્થમય માનવા લાગે છે. તેથી આચાર્ય કહે છે કે જયાં સુધી વિષયોમાં ચિત્ત રહે છે, ત્યાં સુધી તે રૂપ રહે છે, આત્માનો અનુભવ થતો નથી; આમ વિચાર કરી વિષયોથી વિરક્ત થઇ આત્મામાં ઉપયોગ જોડે ત્યારે આત્માને જાણે, અનુભવ કરે. તેથી વિષયોથી વિરક્ત થવાનો ઉપદેશ છે. Jain Educationa International ૧૫૪ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176