Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 172
________________ ૨ ૪૦ જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીં રાચે જનો, તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧૦. ગાથા–૧૦ જે જીવ જ્ઞાનગર્વિત થઈ જ્ઞાનમદથી વિષયોમાં રાગ પામી પ્રસન્નતા અનુભવે છે અને સ્વચ્છંદી થાય છે, તે તો જ્ઞાનનો દોષ નથી પણ તે મંદ બુદ્ધિ કમનસીબ જીવનો દોષ છે. તે જીવના હોનહાર જ ખોટાં છે તેથી તેની બુદ્ધિ બગડી જાય છે અને જ્ઞાનને પ્રાપ્ત કરી તેમાં મદથી મસ્ત થઈ વિષય કષાયોમાં આસક્ત થઈ સ્વચ્છંદી થઈ જાય છે. અપરાધ તે જીવનો છે જ્ઞાનનો નહિ તેમ જાણવું. ૨૪૧ સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો, માનુષ્ય તેનું છે સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮. હીન=હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિની અપેક્ષાએ હલકા). રૂપવિરૂપ રૂપે વિરૂપ, રૂપ-અપેક્ષાએ કુરૂપ. માનુષ્ય મનુષ્યપણું (અર્થાત્ મનુષ્યજીવન). સુજીવિત=સારી રીતે જિવાયેલું પ્રશંસનીયપણે–સફળપણે જીવવામાં આવેલું ગાથા-૧૮ જે બધા મનુષ્યોમાં હીન છે, કુળાદિથી ન્યૂન છે, રૂપથી વિરૂપ છે, અવસ્થામાં વૃધ્ધ થઈ ગયો છે. અને સુંદર નથી, છતાં પણ જેનું શીલ સુંદર છે, સ્વભાવ ઉન્મ છે, કષાય આદિની તીવ્ર આસક્તિ નથી તેનું જીવવું પ્રશંસનીય છે. ૧ ૬ ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176