Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 171
________________ ૨ ૩૮ જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્ગહીન , તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય નિરર્થ છે. પ. નિરર્થ–નિરર્થક, નિષ્ફળ. ગાથા–૫. ચારિત્રવિહીન જ્ઞાન નિરર્થક છે, સમ્યગ્દર્શન વગર દીક્ષા ગ્રહણ કરી સાધુ થવું નિરર્થક છે. અને સંયમ વગર તપ નિરર્થક છે. ઈદ્રિયોને વશમાં કરવી, જીવોની દયા પાળવી આદિ તે સંયમ છે અને તે વગર કાંઈ પણ તપ કરવું તે નિષ્ફળ છે. સમ્યજ્ઞાનની સાર્થકતા જયારે તેને યોગ્ય આચરણ હોય તો જ છે. તપ પણ સંયમીને જ શોભે છે, અને સાધુ વેષ પણ સમ્યગ્દષ્ટિનો જ સફળ છે. ૨ ૩૯ જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દૂગશુદ્ધ જે, તપ જે સંયમ, તે ભલે થોડું મહાફળયુકત છે. ૬. દગશુદ્ધ સમ્યગ્દર્શન વડે શુદ્ધ. સસંયમ સંયમ સહિત. ગાથા-૬ ચારિત્ર સાથે શુધ્ધ જ્ઞાન, સમ્યગ્દર્શન સહિત સાધુપણું અને સંયમ સહિત તપ, જો થોડાં પણ હોય તો મહાફળ આપનારાં છે. જ્ઞાન થોડું હોય પણ આચરણ શુધ્ધ હોય તો મોટું ફળ આપે છે. સમ્યગ્દર્શન સહિત શ્રાવક પણ શ્રેષ્ઠ છે અને સમ્યગ્દર્શન વગર મુનિનો વેષ પણ શ્રેષ્ઠ નથી. ઈન્દ્રિયોનો સંયમ, જીવ દયા આદિ સહિત ઉપવાસ આદિ થોડું તપ પણ કરે તો મોટું ફળ પ્રાપ્ત થાય છે અને વિષયોની અભિલાષા સાથે તથા દયા રહિત થઈ મહા કષ્ટ ઊઠાવી તપ કરે તો પણ તે નિષ્ફળ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176