Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 163
________________ ર ૨૦ યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં ૩૧. ગાથા–૩૧ જે યોગી ધ્યાની મુનિ વ્યવહારમાં સૂતા છે તે પોતાના સ્વરૂપના કામમાં જાગે છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્મકાર્યમાં સૂએ છે. જોકે મુનિને સંસારી વ્યવહાર તો કાંઈ પણ નથી પણ ધર્મનો વ્યવહાર, જેવો કે સંધમાં રહેવું મહાવ્રતાદિ પાળવાં ઈત્યાદિમાં તત્પર નથી. આ બધી ધાર્મિક વ્યવહારની પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ ધ્યાન કરે છે તે વ્યવહારમાં સૂતેલા કહેવાય છે અને પોતાના આત્મસ્વરૂપમાં લીન થઈ જ્ઞાતા દષ્ટા રહે છે તે પોતાના આત્મકાર્યમાં જાગે છે. સ્વરૂપની સાધના જ નિશ્ચયથી આત્માનું કાર્ય છે. તેથી સાધુ વ્યર્થ વ્યવહારમાં પ્રવૃત્ત ન થતાં એકમાત્ર પોતાના આત્માની સાધના કરે છે. ૨ ૨૧ છે તત્ત્વરુચિ સમ્યકત્વ, તત્ત્વ તણું ગ્રહણ સજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે;-જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮. ગ્રહણ=સમજણ; જાણવું તે; જ્ઞાન. સદ્જ્ઞાન=સમ્યજ્ઞાન. ગાથા-૩૮ તત્ત્વરુચિ સમ્યગ્દર્શન છે, તત્ત્વનું ગ્રહણ સમ્યકજ્ઞાન છે, અને મોહ, રાગ, દ્વેષ અને પરપદાર્થોનો ત્યાગ સમ્યફચારિત્ર છે, એમ જિનેન્દ્રદેવોએ કહ્યું છે. પરમતત્ત્વરૂપ નિજ ભગવાન આત્માની રુચિ સમ્યગ્દર્શન, તેનું ગ્રહણ તે સમ્યજ્ઞાન અને તેનાથી ભિન્ન પરદ્રવ્યો અને તેમના લક્ષે ઉત્પન્ન થતા ચિ વિકારોનો ત્યાગ તે સમ્યક્રચારિત્ર છે. રરર નિર્મળ સ્ફટિક પદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાન્યરૂપે પરિણમે. ૫૧. ગાથા-પ૧ જેમ સ્ફટિકમણિ વિશુધ્ધ છે, નિર્મળ છે, ઉજજવલ છે, તે પીળાં લાલ, લીલાં પુષ્પાદિ પરદ્રવ્યનો સંયોગ થવાથી અન્ય જેવા રંગીન દેખાય છે, તેવીજ રીતે જીવ વિશુધ્ધ અને સ્વચ્છ સ્વભાવી છે. પરંતુ તે અનિત્ય પર્યાયમાં ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176