Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 151
________________ ૩ ચારિત્રપ્રાભૃત : ૧૮૭ સમ્યક્ત્વચરણ છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચિરત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫ ગાથા—૫. ચારિત્રના બે પ્રકાર છે. પહેલું તો સમ્યક્ત્વનું આચરણસ્વરૂપ ચારિત્ર છે. તત્ત્વાર્થનું યથાર્થ શ્રધ્ધાન કરવું અને તેના નિ:ક્તિાદિ ગુણો પ્રગટ કરવા તે સમ્યક્ત્વચરણ ચારિત્ર છે. બીજું સંયમ આચરણસ્વરૂપ ચારિત્ર છે. જે મહાવ્રતાદિ અંગીકાર કરી સર્વશે આગમમાં જેમ કહ્યું છે તેવુ સંયમ આચરણ કરવું, તે સંયમચરણ ચારિત્ર છે. ૧૮૮ સમ્યક્ત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે, તો પણ લહે નહિ મુક્તિને અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ ૧૦. અજ્ઞાનજ્ઞાનવિમૂઢ—અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનારા ગાથા—૧૦. જે જીવ સમ્યક્ત્વચરણ ચારિત્રથી ભ્રષ્ટ છે અને સંયમનું આચરણ કરે છે તો પણ તે અજ્ઞાની મૂઢદૃષ્ટિ છે અને તેને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જેમ સમ્યગજ્ઞાન વગર તો જ્ઞાન મિથ્યા કહેવાય છે તેવીજ રીતે સમ્યગ્દર્શન વગર ચારિત્ર પણ મિથ્યાત્વના દોષને પામે છે. ૧૮૯ અજ્ઞાનમોહપથે કુમતમાં ભાવના, ઉત્સાહ ને શ્રધ્ધા, સ્તવન, સેવા, કરે જે, તે તજે સમ્યક્ત્વને. ૧૩ ગાથા—૧૩. કુદર્શન અર્થાત નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસા, વેદાન્ત, બૌધ્ધ, ચાર્વાક, શૂન્ય ઇત્યાદિ મત તથા તેના વેષ અને તેના કહેલા પદાર્થ અને જૈનાભાસ પંથમાં શ્રધ્ધા, ઉત્સાહ, ભાવના, પ્રશંસા અને તેની ઉપાસના તથા સેવા જે જીવ કરે છે તે જિનમતની શ્રધ્ધારૂપ સમકિતને છોડે છે, તે કુદર્શન અને મિથ્યાત્ત્વનો માર્ગ છે. કારણ કે જિનમતના સિવાય અન્ય મતોમાં છદ્મસ્થ અજ્ઞાનિઓ દ્વારા પ્રેરુપિત મિથ્યા પદાર્થ તથા મિથ્યા પ્રવૃત્તિરૂપ માર્ગ છે, અને જયારે તેની શ્રધ્ધા આવે છે ત્યારે જિનમતની શ્રધ્ધા જતી રહે છે, તેથી મિથ્યાદષ્ટિઓનો સંસર્ગ જ ન કરવો જોઈએ. Jain Educationa International ૧૪૧ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176