Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૯ અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે, હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭. ગાથા ૧૬૭ :- જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વઆગમધર હોય તોપણ, સ્વકીય સમયને જાણતો (-. અનુભવતો) નથી. ૧૪૦ સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રૂચિ જો રહે. ૧૭૦. ગાથા ૧૭૦ :- સંયમતપસંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રૂચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે. નિયમસાર ૧૪૧ જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે. ૩. ગાથા ૩ :- નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરાવા યોગ્ય હોય તે કાર્ય અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર જ કરવા યોગ્ય કાર્ય છે તેથી તેજ નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાન દર્શનચારિત્રથી વિરૂદ્ધ ભાવોના ત્યાગ માટે) ખરેખર ‘સાર’ એવું વચન કહ્યું છે. તેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ નિયમસાર છે. ૧૪૨ આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મનિત વિભાવનો કÉદ છે નિશ્ચય થકી. ૧૮. ગાથા ૧૮ :- આત્મા પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કર્મ જ નિત ભાવનો કર્તા-ભોક્તા (અશુદ્ધ)નિશ્ચયથી છે. Jain Educationa International ૧૨૭ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176