________________
૫૯ પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે, - ગુણ-દ્રવ્ય-પર્યસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦. ગાથા ૧૦:- આ લોકમાં પરિણામ વિના પદાર્થ નથી, પદાર્થ વિના પરિણામ નથી, પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલો અને ઉત્પાદ વ્યય ધ્રોવ્યમય) અસ્તિત્વથી બનેલો છે. જયાં જયાં વસ્તુ જોવામાં આવે છે ત્યાં ત્યાં પરિણામ જોવામાં આવે છે. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતાં નથી; કારણ કે વસ્તુપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે? દૂધના આશ્રય વિના દહીં, છાશ, ઘી વગેરે પરિણામ કોના આધારે થાય? વળી વસ્તુ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. પ્રવાહ સામાન્ય તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો તે ગુણો છે અને ક્રમે ક્રમે થતા ભેદો તે પર્યાયો છે. પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે.
૬૦
સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને
સુખદુ:ખ સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪ ગાથા ૧૪:- જેમણે (નિજ શુદ્ધ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત રાગરહિત છે અને જેમને સુખદુ:ખ સમાન છે, એવા શ્રમણને (મુનિવરને) “શુદ્ધોપયોગી” કહેવામાં આવ્યા છે.
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું જ્ઞાન શેયપ્રમાણ છે;
ને શેય લોકાલોક તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩ ગાથા ૨૩- આત્મા જ્ઞાન પ્રમાણ છે; જ્ઞાન શેયપ્રમાણ કહ્યું છે. શેય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત સર્વ વ્યાપક) છે. આત્મા જ્ઞાનથી હીન-અધિક નહીં હોવાથી જ્ઞાન જેવડો જ છે; અને જેમ દાહ્યને (બાળવા યોગ્ય પદાર્થને) અવલંબનાર દહન દાસ્યની બરાબર જ છે તેમ શેયને અવલંબનાર જ્ઞાન શેયની બરાબર જ છે; જેવી રીતે અગ્નિ બળતા ઈધનના આકાર રૂપ પરિણમે છે.
૧૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org