________________
છે “જ્ઞાની' જ્ઞાનસ્વભાવ. અથો શેયરૂપ છે “જ્ઞાની'ના,
જયમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. ગાથા ૨૮:- આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાથ આત્માના શેયસ્વરૂપ છે. જેમ રૂપ (રૂપી પદાથો) નેત્રોનાં જોય છે તેમ. તેઓ એકબીજામાં વર્તતા નથી. આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી તો પણ આત્મા પદાર્થોના સમસ્ત શેયાકારોને ગ્રહણ કરવાના-જાણવાના-સ્વભાવવાળો છે અને પદાર્થો પોતાના સમસ્ત શેયાકારોને અર્પવાના-જણાવવાના-સ્વભાવવાળા છે.
૬૩
જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને;
પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫. ગાથા ૩૫:- જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાનસ્થિત છે. જે સ્વયંમેવ જાણે છે, અર્થાત્ જ્ઞાયક છે તે જ જ્ઞાન છે. સાકર અને તેની મીઠાશ અથવા ગળપણ તે એક જ છે ભિન્ન નથી. તે બન્ને અભિન્ન છે. આત્મા અને જ્ઞાન પૃથક નથી.
६४
તે દ્રવ્યના સભૂત-અસભૂત પર્યયો સૌ વર્તતા,
તત્કાળના પયાર્ય જેમ, વિશષપૂર્વક જ્ઞાનમાં. ૩૭. ગાથા ૩૭:- દરેક દ્રવ્યના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો, વર્તમાન પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખેલા આકારો સાક્ષાત એક ક્ષેત્રે જ ભાસે છે તેમ જ્ઞાન પટમાં પણ અતીત, અનાગત અને વર્તમાન પયયોના શેયકારો સાક્ષાત એક ક્ષેત્રે જ ભાસે છે. આત્માની અદ્દભૂત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અભૂત mયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું થાય છે.
૧૦૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org