________________
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. ગાથા ૧૨:- જે શુદ્ધનય સુધી પહોચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્ર્યવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા) નો ઉપદેશ (આશા) કરનાર શુદ્ધનય જાણવાયોગ્ય છે; વળી જે જીવો અપરમભાવે-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ-સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે.
દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયષ્ટિમાં. ૧૬. ગાથા ૧૬:- સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવાયોગ્ય છે; વળી તે ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો.
જયમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી માક્ષાર્થીએ. ૧૮. ગાથા ૧૮:- જેમ કાઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યાર બાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું. તાત્પર્ય એ છે કે આત્માર્થીઓએ સર્વપ્રથમ નિજ આત્માને જાણવો જોઈએ. પછી એમ શ્રધ્ધા કરવી જોઈએ કે આ ભગવાન આત્મા હું છું. ત્યારબાદ તેમાં લીન થઈ જવું જોઈએ, કારણકે પોતાના આત્માનું જ્ઞાન, શ્રધ્ધાન અને ધ્યાન જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org