________________
જે વ્યક્તિ સમ્યકત્વાચરણ ચારિત્રને ધારણ કર્યા વગર સંયમાચરણ ચારિત્રને ધારણ કરે છે, તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, સમ્યકત્વાચરણ સહિત સંયમાચરણને ધારણ કરનારને જ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
ઉપર કહેલ સમ્યકત્વાચરણ ચારિત્ર નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાનના સિવાય બીજું કાંઈ જ નથી. તેથી અહીં પ્રકારના ભેદથી એમ જ કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન વગર માત્ર બાહ્ય ક્રિયાકાંડરૂપ ચારિત્ર ધારણ કરવાથી કાઈ પણ થતું નથી.
આમ આ અધિકારમાં સમ્યગ્દર્શન-શાન સહિત નિર્મળ ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા આપી છે.
(૪) બોધ પાહુડ
બાસઠ ગાથાઓમાં વણી લીધેલ અને આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા આદિ અગિયાર સ્થાનોમાં વિભક્ત આ પાહુડમાં અગિયાર સ્થાનોના માધ્યમથી એક પ્રકારથી દિગંબર ધર્મ અને નિર્ગધ સાધુનું સ્વરૂપ જ સ્પષ્ટ કર્યું છે. તે અગિયાર સ્થાનોને નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક સમજાવ્યા છે. તે બધાના વ્યવહારિક સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું કે નિશ્ચયથી નિર્દોષ નિગ્રંથ સાધુ જ આયતન છે, ચૈત્યગૃહ છે, જિન પ્રતિમા છે, દર્શન છે, જિનબિંબ છે, જિનમુદ્રા છે, જ્ઞાન છે, દેવ છે, તીર્થ છે, અરહંત છે અને પ્રવજયા છે.
(પ) ભાવ પાહુડી
ભાવશુધ્ધિ ઉપર વિશેષ ભાર આપનાર એક સો પાંસઠ ગાથાઓના વિસ્તારમાં ફેલાયેલ આ ભાવપાહુડનો સાર નીચે પ્રમાણે છે.
બાહ્ય પરિગ્રહનો ત્યાગ, ભાવોની શુધ્ધિ માટે જ કરવામાં આવે છે, પરંતુ રાગાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ વગર બાહ્ય ત્યાગ નિષ્ફળ જ છે, કારણ કે અંતરંગ ભાવશુધ્ધિ વગર કરોડો વર્ષ સુધી પણ બાહ્ય ત્યાગ કરે, તો પ સિદ્ધિ થતી નથી. તેથી મુક્તિમાર્ગના પથિકોએ સર્વપ્રથમ ભાવને જ જાણવો જોઈએ.
હે આત્મા ભાવરહિત નિગ્રંથરૂપ તો અનેક વાર ગ્રહણ કર્યું. પણ ભાવલિંગ વગર શુધ્ધાત્મતત્ત્વની ભાવના વગર ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં નત દુ:ખ ઊઠાવ્યાં છે. નરકગતિમાં શરદી, ગરમી, આવાસ આદિના, તિર્યંચગોમાં ખનન, જવલન, વેદના, લુચ્છેદન, નિરોધન આદિનાં, મનુષ્યગતિમાં આગ કે
૭૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org