________________
ભાવની મહિમા બતાવતાં આચાર્ય કહે છે કે શ્રાવકત્વ અને મુનિત્વના કારણભૂત વસ્તુ તે ભાવ જ છે. ભાવસહિત દ્રવ્યલિંગથી જ કર્મોનો નાશ થાય છે. જો ફક્ત નગ્નત્વથી જ કાર્યોસદ્ધિ થતી હોય તો નારકી, પશુ આદિ બધા જીવસમૂહને નગ્નત્વના કારણે મુક્તિ પ્રાપ્ત થવી જોઇએ, પરંતુ એમ તો થતું નથી, તેથી તેઓ મહાદુ:ખી જ છે. માટે આ વાત સ્પષ્ટ છે કે ભાવ રહિત નગ્નત્વથી દુ:ખોની જ પ્રાપ્તિ થાય છે, સંસારમાં જ ભ્રમણ થાય છે.
બાહ્યમાં નગ્ન મુનિ વૈશૂન્ય, હાસ્ય, ભાષા આદિ કાર્યોથી મલિન થઇ સ્વયં અપયશને પ્રાપ્ત કરે છે અને વ્યવહારધર્મની પણ હાંસી કરાવે છે, તેથી અત્યંતર ભાવદોષોથી અત્યંત શુદ્ધ થયા પછી જ નિગ્રંથ બાહ્યલિંગ ગ્રહણ કરવો જોઇએ.
ભાવરહિત દ્રવ્યલિંગની નિરર્થકતા બતાવતાં આચાર્ય કહે છે કે જે મુનિમાં ધર્મનો વાસ નથી પણ દોષોનો આવાસ છે, તે તો ઇક્ષુફળના સમાન છે, જેમાં મુક્તિફળ લગતાં નથી અને રત્નત્રયરૂપ ગંધાદિક ગુણ પણ મળતા નથી. અધિક શું કહીએ, તેઓ તો નગ્ન થઇને નાચવાવાળા ભાંડ જેવા છે, તેમ ભાવપાહુડ ગાથા ૭૧ માં આચાર્યદેવે કહ્યું છે.
તેથી હે આત્મન! પહેલાં મિથ્યાત્વાદિ અત્યંતર દોષોને છોડી, ભાવદોષોથી અત્યંત શુદ્ધ થઇ, પછી બાહ્ય નિગ્રંથ લિંગ ધારણ કરવો જોઇએ.
શુદ્ધાત્માની ભાવનાથી રહિત મુનિયોએ કહેલો બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વત જંગલમાં કરેલો આવાસ, ધ્યાન, અધ્યયન આદિ બધી ક્રિયાઓ નિરર્થક છે. તેથી હે મુનિ! લોકોનું મનોરંજન કરવાવાળો માત્ર બાહ્ય વેષ જ ધારણ ન કરતા, ઈંદ્રિયોની સેનાનો નાશ કર, વિષયોમાં રત ન રહે, મનરૂપી બંદરને વશ કર, મિથ્યાત્વ, કષાય અને નવ નોકષાયો ને ભાવશુદ્ધિપૂર્વક છોડ, દેવ-શાસ્ત્ર-ગુરૂનો વિનય કર, જિનશાસ્ત્રોને સારી રીતે સમજી શુદ્ધ ભાવોની ભાવના કર, જેનાથી તને ભૂખ-તરસની વેદનાથી રહિત ત્રણ ભુવન ચુડામણિ સિદ્ધત્વની પ્રાપ્તિ થશે.
હે મુનિ! તું બાવીસ પરીષહોને સહન કર, બાર અનુપ્રેક્ષાઓ (ભાવનોઓ)ની ભાવના કર, ભાવશુદ્ધિ માટે નવ પદાર્થ, સાત તત્વ, ચૌદ જીવ સમાસ, ચૌદ ગુણસ્થાન આદિની નામ-લક્ષણ આદિ પૂર્વક ભાવના કર, દશ પ્રકારના અબ્રહ્મચર્યને છોડી નવ પ્રકારના બ્રહ્મચર્યને પગટ કર.
આમ ભાવપૂર્વક દ્રવ્યલિંગી મુનિ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપને પ્રાપ્ત કરે છે, ભાવરહિત દ્રવ્યલિંગી તો ચારે ગતિઓમાં અનંત દુ:ખો ભોગવે છે.
હે મુનિ! તું સંસારને અસાર જાણી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્મળ સમ્યગ્દર્શન સહિત દીક્ષા ગ્રહણ કરવાની ભાવના કર, ભાવોથી શુદ્ધ થઇ
૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org