________________
હે મુનિ ! તું માતાના અપવિત્ર ગર્ભમાં રહ્યો. ત્યાં માતાના એઠા અને ચાવેલા ભોજનથી બનેલો રસરૂપી આહાર ગ્રહણ કર્યો. પછી બાલ્ય અવસ્થામાં અજ્ઞાનવશ અપવિત્ર સ્થાનમાં, અપવિત્ર વસ્તુમાં સૂતો અને અપવિત્ર વસ્તુ પણ ખાધી.
હે મુનિ ! આ દેહરૂપી ઘર માંસ, હાડકાં, વીર્ય, લોહી, પિત્ત, આંતરડાં, અપરિપકવ મળ, પરૂ, મળ, લાળ, આ બધી મલિન વસ્તુઓથી પુરું ભર્યું છે જેમાં તું આસક્ત થઈ અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છે. - જે ફક્ત કુટુંબાદિથી મુક્ત થયો, તે મુકત નથી પણ જે અત્યંતરની વાસના છોડીને ભાવોથી મુક્ત થાય છે, તેને મુક્ત કહીએ છીએ, એમ જાણી અંદરની વાસના છોડ. ભૂતકાળમાં અનેક એવા મુનિ થયા છે કે જેઓએ દેહાદિ પરિગ્રહ છોડી નિગ્રંથરૂપ ધારણ કર્યું પરંતુ માનાદિક છોડયા નહીં તેથી સિધ્ધિ થઈ નહીં. જયારે નિમન થયા ત્યારે જ મુક્તિ થઈ. દ્રવ્યલિંગી મુનિ ઉગ્ર તપ કરે છે, અનેક ઋધ્ધિઓ પ્રાપ્ત કરે છે, પરંતુ ક્રોધાદિ ઉત્પન્ન થવાથી તેમની તે ઋધ્ધિઓ સ્વ - પર વિનાશના કારણરૂપ જ થાય છે, જેમકે, બાહુ અને દ્વીપાયન મુનિ. ભાવશુધ્ધિવગર અગિયાર અંગનું જ્ઞાન પણ વ્યર્થ છે, પણ જો શાસ્ત્રોનું જ્ઞાન ન હોય અને ભાવોની શુધ્ધતા હોય તો આત્માનુભવ થવાથી મૂક્તિ પ્રાપ્ત થઈ છે. જેમકે, શિવભૂતિ મુનિ.
ઉપરના ઉદાહરણોથી એટલું સ્પષ્ટ છે કે ભાવ રહિત નગ્નત્વ અકાર્યકારી છે. ભાવ સહિત દ્રવ્યલિંગમાં જ કર્મપ્રકૃતિના સમૂહનો નાશ થાય છે. હે મુનિ! આમ જાણીને તારે ફક્ત આત્માની જ ભાવના ભાવવી જોઈએ.
જે મુનિ દેહાદિક પરિગ્રહ અને માનકષાયથી રહિત થઈને આત્મામાં લીન થાય છે, તે ભાવલિંગી છે. ભાવલિંગી મુનિ વિચાર કરે છે કે હું પરદ્રવ્ય અને પરભાવોનું મમત્વ છોડું છું. મારો સ્વભાવ મમત્વ રહિત છે, તેથી હું અન્ય બધા આલંબનોને છોડી આત્માનું આલંબન લઉ છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર, યોગ, એ બધા ભાવો અનેક હોવા છતાં પણ એક આત્મામાં જ છે. સંજ્ઞા, સંખ્યાદિના ભેદથી જ તેમને ભિન્ન-ભિન્ન કહેવામાં આવૅ છે. હું તો જ્ઞાન-દર્શન
સ્વરૂપ શાશ્વત આત્મા જ છું. શેષ બધા સંયોગી પદાર્થ પરદ્રવ્ય છે, મારાથી ભિન્ન છે. માટે હે આત્મન ! તું જો ચાર ગતિથી છૂટી શાશ્વત સુખ મેળવવા ઈચ્છતો હોય તો ભાવોથી શુદ્ધ થઈ અતિનિર્મળ આત્માનું ચિંતન કરો. જે જીવ આમ કરે છે તે નિર્વાણને પ્રાપ્ત કરે છે.
જીવ, અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ અનિર્દિષ્ટ સંસ્થાન અને ચેતના ગુણવાળો છે. ચૈતન્યમય જ્ઞાનસ્વભાવી જીવની ભાવના કર્મક્ષયનું કારણ હોય છે.
૮૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org