Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 75
________________ ૧૪૩ જે સંયમીને જયારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મકતૃત્વનો ‘સંવર’ છે, “નિરોધ' છે. ૧૪૪ યોગનો નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિરા' કરે છે. ૧૪૫ જે આત્માર્થનો સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કમરજને ખંખેરી નાંખે છે. ૧૪૬ જેને રાગ, દ્વેષ તેમ જ મોહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫, ૧૫૧ ૧૫ર દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતૂથી ધ્યાવે છે તે મહાત્મા “સ્વભાવસહિત” છે. ૧૫૩ જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે “મોક્ષ' પામે. ૧૫૪ જીવનો સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે, તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એવો સ્થિર સ્વભાવ) તે નિર્મલ ચારિત્ર' સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. ૧૫૫ વસ્તપણે આત્માનો સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દ્રષ્ટિથી અનિર્મલ છે. જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. ૧૫૬ જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને પરિચારિત્ર’ આચરે છે એમ જાણવું. ૧પ૭ જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપઆસ્રવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વજ્ઞ કહ્યું છે. ૧૫૮ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે “સ્વચારિત્ર' આચરનાર જીવ છે. ૧૫૯ પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રચરણ છે. ૧૬૦ ધમસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. ૬૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176