________________
સ્વસમય અને પરસમય પણ કહ્યા છે. સ્વચારિત્ર અને પરચારિત્રની પરિભાષા આચાર્ય અમૃતચંદ્ર ૧પ૬મી ગાથાની ટીકામાં આ પ્રમાણે આપે છે.
- “સ્વદ્રવ્યમાં શુધ્ધઉપયોગરૂપ પરિણતિ સ્વચારિત્ર છે અને પર દ્રવ્યમાં સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ પરચારિત્ર છે.”
સ્વચારિત્ર મોક્ષ માર્ગ છે અને પરચારિત્ર બંધમાર્ગ છે. આ વાત ૧પ૭ અને ૧૫૮ની ગાથામાં સ્પષ્ટરૂપથી કહ્યી છે.
ત્યારબાદ સાધન-સાધ્યના રૂપમાં વ્યવહાર અને નિશ્ચય - એમ બન્ને પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે, જે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી મૂળ પાઠમાંથી વાંચી જવું. તે ફક્ત વાંચવા યોગ્ય જ નહીં પણ અનુકરણીય અને અનુચરણીય પણ છે.
વ્યવહારમોક્ષમાર્ગને સાધનરૂપ બતાવતા છતા તેના પ્રત્યે વારંવાર ચેતવણી આપી છે. જેવી રીતે ગાથા ૧૬૬, ૧૬૭ અને ૧૭૦ માં કહ્યું છે કે
“જિન-સિધ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુયબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે.”(૧૬૬). અર્થ: અતિ, સિધ્ધ, ચૈત્ય (અરહિંતાદિની પ્રતિમા), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી. (જાઓ સમયસાર ગાથા ૧૪૬, પ્રવચનસાર ગાથા ૯, ૧પ૬, ૧૫૯)
- “અમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને” (૧૬૭) અર્થ: જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વ આગમધર હોય તો પણ, સ્વકીય સમયને (આત્માને અનુભવતો) નથી.
સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિવણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રૂચિ જો રહે.” (૧૭૦). અર્થ: સંયમ તપ, સંયુક્ત હોવા છતાં, નવ પદાથોં તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરકર (વિશેષ દૂર) છે.
અંતમાં આચાર્યદેવ ઉપદેશ આપે છે, આદેશ દે છે, સલાહ આપે છે અને પ્રેરણા આપતાં ૧૭૨ મી ગાથામાં કહે છે કે :
“તેથી ન કરવો રાગ જરીએ કયાંય પણ મોક્ષેચ્છાએ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.”
૫૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org