________________
પુદગલકર્મ (દ્રવ્ય કમ)ના દુષ્ટ ચક્રનું વર્ણન કર્યું છે. અને પછી ચાર ગાથાઓમાં પુણ્ય પાપ પદાર્થનું વ્યાખ્યાન કર્યું છે.
ત્યાર બાદ ૧૩૫ થી ૧૪૦ સુધીની છ ગાથાઓમાં આસ્રવ પદાર્થનું નિરૂપણ છે. વિશેષ ઉલ્લેખનીય વાત તો એ છે કે આસ્ત્રવના કારણોમાં અરિહંતાદિની ભક્તિને પણ ગણાવ્યા છે. આ સંદર્ભમાં પંચાસ્તિકાયસંગ્રહની ૧૩૬મી ગાથાની સમયવ્યાખ્યા ટીકામાં અમૃતચંદ્ર આચાર્યો નીચે પ્રમાણે લખ્યું છે -
“આવો રાગ મુખે માત્ર ભક્તિની પ્રધાનતાવાળા અને સ્થૂળ લક્ષવાળા અજ્ઞાનીઓને થાય છે. ઉચ્ચભૂમિકામાં સ્થિરતા ન થાય ત્યારે અસ્થાને (અશુભ) રાગ રોકવા અથવા તીવ્ર રાગ જવર મટાડવાના હેતુથી કદાચિત જ્ઞાનીઓને પણ થાય છે.”
તેમજ ૧૩૭મી ગાથાની ‘સમયવ્યાખ્યા” નામની ટીકામાં અનુકમ્માનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે: -
“આ અનુકંપાના સ્વરૂપનું કથન છે. કોઈ ભૂખ તરસ આદિ દુ:ખથી પીડિત પ્રાણીને જોઈ કરૂણાથી તેને દૂર કરવાની ઈચ્છાથી ચિત્તમાં આકુળતા થવી અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો, નીચલી ભૂમિકામાં વિચરતાં, પોતાને સ્વયં વિકલ્પના કાળમાં જન્મ મરણમાં નિમગ્ન જગતને જોઈને મનમાં કિંચિત ખેદ થાય તે છે.”
પછી ૧૪૧મી ગાથાથી ત્રણ ગાથાઓમાં સંવર અને ત્રણ ગાથાઓમાં નિર્જરા પદાર્થનું નિરૂપણ છે. નિર્જરા પદાર્થના વ્યાખ્યાનમાં ધ્યાન ઉપર વિશેષ બળ આપ્યું છે, કારણકે સૌથી વધારે નિર્જરા ધ્યાનમાં જ થાય છે. પછી ત્રણ ગાથાઓમાં બંધ અને ચાર ગાથાઓમાં મોક્ષ પદાર્થનું વર્ણન છે.
જયસેન આચાર્ય પ્રમાણે અહીં દ્વિતીય મહા અધિકાર સમાપ્ત થાય છે અને તૃતીય મહા અધિકારનો આરંભ થાય છે, પણ આચાર્ય અમચંદ્ર પ્રમાણે દ્વિતીય શ્રુતસ્કન્ધના અંદર જ “મોક્ષમાર્ગ પ્રપંચ સૂચક ચૂલિકા’નો આરંભ થાય છે. જે વીશ ગાથાઓમાં સમાપ્ત થાય છે, અને તેની સાથે જ ગ્રંથ પણ સમાપ્ત થાય છે. - પરમ અધ્યાત્મ રસથી ભરેલી આ ચૂલિકા જ પંચાસ્તિાકયસંગ્રહનો પ્રયોજનભૂત સાર છે. વસ્તુવ્યવસ્થાનો પ્રતિપાદક આ સિધ્ધાંતિકગ્રંથને આધ્યાત્મિકતા પ્રદાન કરનારી આ ચૂલિકા જ છે.
તેમાં સ્વચારિત્ર અને પરચારિત્ર - એમ ચારિત્રના બે ભેદ કર્યા છે, તેને
૫૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org