________________
૩૮ કોઈ એક જીવો કર્મનું ફળ વેદે છે, કોઈ એક જીવો કર્મબંધકર્તુત્વ વેદ છે, અને કોઈ એક જીવો માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે, એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે.
૩૯ સ્થાવરકાયના જીવો પોતપોતનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે.
૪૦ ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો.
૪૧ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે.
૪૨ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે.
૪૩ આત્માને જ્ઞાનગુણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે.
૪૪ જો દ્રવ્ય જાદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યનો અભાવ થાય.
૪૫ દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે, બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય, અને ગુણના નાશથી દ્રવયનો નાશ થાય એવું એકપણું છે.
૪૬ વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે, પણ પરમાર્થનયથી એ ચારેનો અભેદ
૪૭ પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ મેદ અમેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞ જાણે છે.
૪૮ આમાં અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન. ઘાય. એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે.
૯ જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનતાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો એજ્યભાવ થવાનો પ્રસંગ આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org