________________
૧૨ પયયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે છે.
૧૩ દ્રવ્ય વિના ગુણ ન હોય અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બનેનો-દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી છે.
૧૪ “ચાત્ ૧ અસ્તિ’, ‘સ્યાત્ ૨ નાસ્તિ', “સ્યાત્ ૩ અતિ નાસ્તિ', “સ્માત ૪ અવક્તવ્ય”, “ચાતું ૫ અસ્તિ અવક્તવ્ય', “સ્માત ૬ નાસ્તિ અવલ્ય', “સ્યાત્ ૭ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય” એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે.
૧૫ ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે.
૧૬ જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયો છે.
૧૭ મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી.
૧૮ જે જીવ જમ્યો હતો; તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે.
૧૯ એમ સહુનો વિનાશ, અને અસતુ જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે.
૨૦ જ્ઞાનાવરણીય આદિ કર્મભાવો જીવે સુદઢ (અવગાઢ) પણે બાંધ્યા છે; તેનો અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલો એવો તે ‘સિદ્ધ ભગવાન” થાય.
૨૧ એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
૨૨ જીવ, પુદ્ગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કાઇના કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળા છે. અને લોકના કારણભૂત છે.
ર૩ સંભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણાથી ઓળખાતો એવો નિશ્ચયકાળ કહ્યો છે.
૨૪ તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનાલક્ષણવાળો છે.
૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org