________________
આચાર્ય અમૃતચંદ્ર “શ્રત સ્કન્ધ' નામથી ઓળખાવે છે, જે આ બંને ખંડની ઉપસંહારરૂપ છેલ્લી પંક્તિઓ ઉપરથી સ્પષ્ટ થાય છે.
પ્રથમ ખંડ (શ્રુતસ્કન્ધ)માં છ દ્રવ્ય - પંચાસ્તિકાયનું વર્ણન છે. અને દ્વિતિય ખંડમાં નવ પદાર્થરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ છે.
પ્રથમ અને દ્વિતીય ખંડની સંધિ સ્પષ્ટ કરતાં આચાર્ય અમૃતચંદ્ર પ્રથમ ખંડના અંતમાં અને બીજા ખંડના આરંભમાં એક છંદ આપ્યો છે, જે આ પ્રમાણે છે.–
પ્રથમ ખંડમાં દ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદનથી બુધ્ધિમાન પુરૂષોને ઉપદેશ આપ્યો, હવે પદાર્થભેદથી આરંભ કરી છેક શુધ્ધાત્મ તત્ત્વની પ્રાપ્તિ સુધીનો માર્ગ બતાવવામાં આવશે.”
ઉપરના નાના છંદમાં બન્ને ખંડોના વિષયોને તો સ્પષ્ટ કર્યા છે પણ સાથે સાથે બન્નેના મૂળ પ્રયોજનને પણ સ્પષ્ટ કર્યા છે.
પ્રથમ ખંડના સ્મસ્ત પ્રતિપાદનનો ઉદેશ્ય શુધ્ધાત્મા તત્ત્વનું સભ્ય જ્ઞાન કરાવવાનો છે અને બીજા ખંડનો ઉદ્દેશ્ય પદાર્થવિજ્ઞાન પૂર્વક મૂકિતનો માર્ગ અર્થાત્ શુધ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિનો માર્ગ બતાવવાનો છે.
બન્ને ખંડોમાં એટલો બધો ભેદ છે કે બે સ્વતંત્ર ગ્રંથ જેવા લાગે છે. બન્નેના એક જેવા સ્વતંત્ર મંગળાચરણ કર્યા છે. પ્રથમ ખંડ સમાપ્ત કરીને ઉપસંહાર પણ એવી રીતે કર્યો છે કે જેમ ગ્રંથ સમાપ્ત થઈ ગયો હોય. પ્રથમ ખંડની સમાપ્તિ થતાં ગ્રંથના અધ્યયનનું ફળ પણ બતાવી દીધું છે. બીજો ખંડ એવી રીતે આરંભ કર્યો છે કે જેમ અન્ય ગ્રંથનો જ આરંભ હોય.
આચાર્ય અમૃતચંદ્ર “સમયવ્યાખ્યા' નામની ટીકાના મંગળાચરણની સાથે જ ત્રણ શ્લોકોથી પંચાસ્તિકાયસંગ્રહના વિષયવસ્તુને સ્પષ્ટ કરી છે, તે નીચે મુજબ છે. (ગુજરાતી અનુવાદ)
“અહીં સૌથી પહેલાં સૂત્રકર્તા આચાર્ય કુન્દકુન્દદેવે મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને છ દ્રવ્યના રૂપમાં નિરૂપણ કર્યું છે.
ત્યારબાદ બીજા ખંડમાં જીવ અને અંજીવ – આ બન્નેની પર્યાયોરૂપ નવ પદાર્થોના વિભિન્ન પ્રકારની વ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું છે.
પછી બીજા ખંડના અંતમાં ચૂલિકાના રૂપમાં તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, છ દ્રવ્ય અને નવ પદાર્થોના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org