________________
ત્યાર બાદ તરતજ તેઓ ગ્રામપ્ય અંગીકાર કરવાની વિધિ ઉપર વ્યાખ્યાન આપે છે. તેથી સિદ્ધ થાય છે કે તેઓ ગૃહસ્થ શિષ્યોને ગ્રામપ્ય અંગીકાર કરવાના ઉદ્દેશ્યથી જ આ અધિકારની રચના કરી છે.
આ ચરણાનુયોગ સૂચક ચૂલિકામાં ચાર અધિકાર છે:૧) આચરણ પ્રજ્ઞાપન ૨) મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન ૩) શુભ ઉપયોગ પ્રજ્ઞાપન ૪) પંચરત્ન પ્રજ્ઞાપન
ગાથા ૨૦૧ થી ૨૩૧ સુધીનો આચરણ પ્રજ્ઞાપન અધિકારમાં સર્વ પ્રથમ શ્રામ મુનિધર્મ અંગીકાર કરવાની વિધિનો ઉલ્લેખ છે, જે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે. ત્યાર પછી શ્રમણોના અઠ્ઠાવીસ મૂળ ગુણોનું સ્વરૂપ બતાવતાં શ્રામણ્યના છેદ ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો છે.
છેદ બે પ્રકારના હોય છે :- અતરંગ છેદ અને બહિરંગ છે. શુધ્ધોપયોગનો ક્ષય થવો તે અંતરંગ છેદ છે અને પોતાના નિમિત્તથી બીજાના પ્રાણોનો છેદ થવો તે બહિરંગ છેદ છે. આ સંદર્ભમાં પ્રવચનસારની ર ૧૭ મી ગાથા ધ્યાન ખેંચે છે :
“જીવો - મરો જીવ, નહીન આચાર ત્યાં હિંસા નક્કી;
સમિતિ - પ્રયત્ન સહિતને નહિ બંધ હિંસામાત્રથી.” અર્થ:- જીવ મરો કે જીવો, અસંયમી, અસાવધાન આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; સાવધાન સંયમીને, સમિતિવંતને, (શુધ્ધાત્મ સ્વરૂપમાં લીન મુનિને) બહિરંગ હિંસામાત્રથી બંધ નથી. વળી પ્રવચનસાર ગાથા ૨૧૯ માં કહે છે કે :
“દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય - ન થાય છે,
પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ.” અર્થ - હવે (ઉપાધિ વિષે એમ કહે છે કે, કાયાચેષાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; (પણ) ઉપાધિથી પરિગ્રહથી નક્કી બંધ થાય છે, તેથી શ્રમણોએ (અહંત દેવોએ) સર્વ પરિગ્રહને છોડયો છે. તે પ્રમાણે સમયસારની ૨૬ ૨ મી ગાથામાં કહ્યું છે કે;
“મારો-ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી,
આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી.” અર્થ- જીવોને મારો અથવા ન મારો કર્મબંધ તો માત્ર અધ્યવસાન (મોહ-રાગદ્વેષ-ભાવ) થી જ થાય છે. નિશ્ચયનયે જીવોના બંધનું સ્વરૂપ સંક્ષેપમાં આ છે. બંધનો સંબંધ પર જીવોના જીવન મરણથી નથી પણ જીવના સ્વયં મોહ-રાગ-દ્વેષ પરિણામોથી છે. તેથી પરિણામોની સંભાળ રાખવી અધિક આવશ્યક છે.
४०
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org