________________
૧) જ્ઞાનતત્વપ્રજ્ઞાપન અધિકાર જ્ઞાનતત્વપ્રજ્ઞાપન અથવા સમ્યજ્ઞાન અધિકાર નામના પ્રથમ શ્રુતસ્કંધને ચાર પેટા અધિકારમાં વિભાજીત કર્યો છે, જે નીચે પ્રમાણે છે. ૧) સુધ્ધોપયોગ - અધિકાર ર) જ્ઞાન - અધિકાર ૩) સુખ - અધિકાર ૪) શુભપરિણામ – અધિકાર
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પ્રારંભિક બાર ગાથાઓ મંગળાચરણ, પ્રતિજ્ઞાવાક્ય અને વિષય-પ્રવેશના રૂપમાં છે, જેમ કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાને પ્રધાન ચારિત્ર જ ધર્મ છે અને સામ્યભાવરૂપ વીતરાગ ચારિત્ર થી પરિણત આત્મા જ ધર્માત્મા
છે. આ ગ્રંથના આરંભમાં જ ચારિત્રને ધર્મ જાહેર કરતાં આચાર્ય કુન્દકુન્દ ચારિત્રની પરિભાષા પ્રવચનસારની ગાથા-૭માં આ પ્રમાણે કરે છે: -
“ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે;
ને સાધ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે.” અર્થ : મોહ (દર્શનમોહ-મિથ્યાત્વ) અને ક્ષોભ (ચારિત્રમોહ - રાગ- દ્રષ) થી રહિત આત્મનાં પરિણામને સામ્ય કહે છે. આ સામ્યભાવ જ ધર્મ છે, ચારિત્ર છે. આમ ચારિત્ર જ ધર્મ છે. (ચારિત્ર ખલુ ધમ્મો).
નિશ્ચયથી તો શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવ જ ચારિત્ર છે, પણ વ્યવહારથી શુભાંગ્યાંગરૂપ સરાગભાવને પણ ચારિત્ર કહે છે. શુધ્ધપયોગરૂપ વીતરાગ ચારિત્રથી પરિણત આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે અને શુભોપયોગરૂપ સરાગ ચારિત્રથી પરિણત જીવ સ્વગદિને પ્રાપ્ત કરી સંસારમાં જ રહે છે.
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન મહાઅધિકારમાં સર્વપ્રથમ ધર્મ અને ધર્મના ફળનું સામાન્ય સ્વરૂપ સ્પષ્ટ કરી પછી શુધ્ધોપયોગ-અધિકાર આરંભ કરે છે.
આ અધિકારમાં શુદ્ધોપયોગરૂપ વીતરાગ ચારિત્રનું સ્વરૂપ અને ફળ બતાવ્યું છે. આત્મરણતારૂપ શુધ્ધોપયોગનું ફળ અતીન્દ્રિય જ્ઞાન (અનન્તજ્ઞાન-કેવળજ્ઞાન-સર્વજ્ઞતા) અને અતીન્દ્રિય આનંદ (અનંત સુખ) ની પ્રાપ્તિ છે.
૧૩મી ગાથા થી ૨૦મી ગાથા સુધી શુધ્ધોપયોગનું સ્વરૂપ અને ફળ બતાવ્યા પછી શુધ્ધોપયોગના ફળસ્વરૂપ પ્રાપ્ત થતી સર્વજ્ઞતા અને અનંત અતીન્દ્રિય આનંદનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ક્રમશ: જ્ઞાન અધિકાર અને સુખ અધિકાર લખ્યા છે.
૩ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org