Book Title: Panchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Author(s): Yashovijay Gani, Yashodevsuri
Publisher: Yashobharti Jain Prakashan Samiti
View full book text
________________
[૨૧] નિપજાવાનું કાર્ય થાય જ છે. તે અપૂકાય–જલકાય અને અગ્નિમાં અગ્નિકાયરૂપ શરીર રહેલાં જ છે. તેથી ભલે અહીં બાદર એકેન્દ્રિય છેવોની હિંસા થતી હોય અને તે ધર્મ નિમિત્તે હોય તે ત્યાં કરાતા દ્રવ્યસ્તવમાં એટલે પ્રભુપૂજામાં હિંસાનું પાપ લાગવાનું જ. તો પછી તે દ્રવ્યસ્તવ એટલે પૂજાદિ કાર્યો કેમ કરી શકાય? અર્થાત જૈનધર્મે આને નિષેધ કરવું જ જોઈએ ? આ શિષ્યનો પ્રશ્ન છે.
ઉત્તરઃ—આને ઉતર એટલે તેઓશ્રી આ ગ્રન્થમાં શાસ્ત્રની દૃષ્ટિસાક્ષીએ અને તર્ક-દલીલ દ્વારા આપે છે અને સાબિત કરી આપે છે કે પૂજા માટે નાનાદિકથી લઈને કરવામાં આવતા દ્રવ્યસ્તવ (ભલે તેમાં હિંસા સૂક્ષ્મ સ્વરૂપે દેખાતી હોય તો પણ) પિતાને અને પરને અનુમોદના કરવા દ્વારા સ્વપર ઉભયને પુણ્યનું કારણ બને છે. અને જ્યાં પુણ્ય છે ત્યાં ધર્મ છે જ. એક બાજુ તમે હિંસા ત્યાં પાપ-અધર્મ બતાવો અને બીજી બાજુ ધર્મનિમિત્તે થતી હિંસાને અહિંસામાં ખપાવી તેને ધર્મ-પુણ્ય બતાવે, વતાવ્યાઘાત જેવી આ વાત કેમ ગળે ઊતરે ? ત્યારે વસ્તુની સાબિતી માટે હંમેશાં દષ્ટાંત-દાખલે બહુ જ અસરકારક ભાગ ભજવે છે. વળી તેથી તર્ક પૂરે સાબિત થઈ શકે છે એટલે અહીંયાં પણ ગ્રંથકાર પ્રસ્તુત વાતના સમર્થનમાં લૂ ઉનાનું એક સુપ્રસિદ્ધ ઉદાહરણ ટાંકે છે. આ દૃષ્ટાંતને ઉપયોગ સહુ ધર્મના નેતા કરતા હોય છે. “લાભાલાભ” શબ્દ
આ જ પ્રશ્નની પેદાશ કહીએ તો ચાલે. એની સાથે આડકતરી રીતે હિંસા-અહિંસાની વાત સંકળાએલી છે. ઉપાધ્યાયજીએ આ દૃષ્ટાંતનું. વિશદીકરણ કર્યું એટલે વિવિધ તર્ક દ્વારા સારી રીતે આ વાત સમજવી.
આ દૃષ્ટાંત આપણને એમ સમજાવે છે કે જેમ કુવો ખોદતાં પૃથ્વી, જલ કે અગ્નિકાયાદિ એકેન્દ્રિયાદિ જીવોની હિંસા તે થશે જ, પણ જ્યારે પાણું નીકળશે ત્યારે મધુર જલ દ્વારા સ્વપર સહુની