Book Title: Panchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Author(s): Yashovijay Gani, Yashodevsuri
Publisher: Yashobharti Jain Prakashan Samiti
View full book text
________________
[૧૯] યતિધર્મ સહિતની યતના-જયણા પાંચ ઈન્દ્રિયોના જીતવાપૂર્વક કરવાની છે તેથી સોના પાંચ પાંચ પ્રકારે થતાં ૧૦૦ ૪૫ = ૫૦૦ ની સંખ્યા થઈ.
એ ઈન્દ્રિય જન્ય આહારાદિ ચાર સંજ્ઞાથી રહિત હોવો જોઈએ એટલે ૫૦૦*૪= ૨૦૦૦, વળી તે મન, વચન અને કાયાથી ન કરવા રૂપ, ન કરાવવારૂપ. અને ન અનુમોદવારૂપ હેવાથી, પ૦૦ ૪ ૪ સંજ્ઞા ૪ ૩ કરણ ૪ ૩ ગ = ૧૮ હજાર ભેદ શીલાંગના થાય. આ ભાંગા બતાવાને મૂળ મુદ્દો જન સાધુએ યથાર્થ રીતે ૧૮ હજાર પ્રકારે શીલધર્મની આરાધના કરવા પૂર્વક જીવન જીવવાનું હોય છે તેને તેને ખ્યાલ આપવાને છે.
શીલાંગ ઉપરાંત બીજા ૧૭ પ્રકારના રથે ૧૮ હજારના ભેદ બતાવવા દ્વારા શાસ્ત્રમાં બતાવ્યા છે. એ અઢારે પ્રકારના રથને પરિચય ઉપાધ્યાયજીની આ કૃતિમાં આવે છે.
આ કૃતિના પ્રારંભમાં મંગલાચરણ જ નથી. જે નમઃ પણ નથી અને પ્રશસ્તિ પણ નથી; પણ પ્રતિના અંતમાં મહેપાધ્યાય - વિના જ વિપરિતાથાદ આટલી પંક્તિ હતી. આ રીતનું નામ બીજા કેઈ સાધુનું જાણવા મળ્યું નથી. એટલે આ કૃતિ ઉપાધ્યાયછની જ છે એવું પ્રાથમિક પ્રમાણ ન હોવા છતાં આ એક જ પંક્તિના કારણે અમોએ છાપી છે. સત્ય જે હેય તે ખરું! પ્રત્યુત્તર મળેલ નથી, એટલે યથાર્થ નિર્ણય કરી શકાયું નથી.
૧૮ હજાર શીલાંગ રાની રંગીન રથેના ચિત્રો સાથેની પુસ્તિકા વરસો અગાઉ બહાર પડેલી છે. પાલિતાણા, ૨૦૩૮
યદેવસૂરિ