Book Title: Panchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Author(s): Yashovijay Gani, Yashodevsuri
Publisher: Yashobharti Jain Prakashan Samiti
View full book text
________________
છે. પદgi વિરાટીના ગ્રન્થકૃતિનું ઊડતું અલ્પાવલોકન
જેનધર્મ એ અહિંસામૂલક ધર્મ છે. એટલે કે જેના પાયામાં જ અહિંસા છે, જેના કેન્દ્રમાં જ અહિંસા બેઠી છે, જૈનધર્મના આચાર, વિચાર ક્રિયાકાંડનાં તમામ ક્ષેત્રે સૂક્ષ્મ કે સ્થૂલ રૂપે અહિંસા વિચાર–આચારથી છવાઈ ગયેલાં છે.
હિંસા અધર્મ છે, જ્યારે અહિંસા ધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં કલ્યાણ છે. અને જ્યાં અધર્મ છે ત્યાં અકલ્યાણ છે. જયાં ધર્મ છે ત્યાં પ્રકાશ, સુખ શાંતિ અને આનંદ છે અને જ્યાં અધર્મ છે ત્યાં અંધકાર, અશાંતિ, દુઃખ અને શેક છે.
જૈનધર્મની ધાર્મિક કઈ પણ પ્રવૃત્તિમાં સાચી રીતે હિંસાનું સીધું કે આડકતરી રીતે, સૂમપણે કે શૂલપણે સ્થાન હોય તો તે પ્રવૃત્તિ કાઈ પણ જેનથી કરી શકાય નહિ. આ પ્રાથમિક મૂળભૂત બાબત છે, અર્થાત આ, જૈનધર્મને તીર્થકર સર્વજ્ઞાએ બતાવે સર્વસામાન્ય સિદ્ધાન્ત છે. રાજમાર્ગ છે, એટલે એને લક્ષ્યમાં રાખી શિષ્ય પ્રશ્ન કરે છે –
પ્રશ્ન –જ્યાં જ્યાં હિંસા ત્યાં ત્યાં અધર્મ છે તો પછી (સાધુ-સાધ્વીજીની વાત જુદી છે) ગૃહસ્થ તે પૂજા કરવા માટે
સ્નાન કરે, પ્રતિમાજીને જલાભિષેક કરે, ત્યારે સચિત–સજીવ છવવાળા કાચા પાણીને જ ઉપયોગ કરવો પડે છે, પુષ્પ ચઢાવે તે પણ સજીવ હોય, અગ્નિ પેટાવે તે પણ સજીવ હોય, આ રીતે તેમાં
ને જન્મ આપવાનું અને અગ્નિ બુઝાઈ જતાં તેનું મોત