________________
૫૮
પ્રસ્તાવના
વિકૃત પાઠો સ્વીકાર્યા છે તેના પાંચમી ગાથાથી ૨૦૯ ગાથા પર્યતનાં અહીં આગળ જે ઉદાહરણ નોંધ્યાં છે તેમાંનાં ઘણાં સ્થાન તો એવા છે કે જે પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજના ખ્યાલમાં સહજભાવે આવ્યા વિના ન જ રહે. ટૂંકમાં મારે એટલું જ જણાવવાનું છે કે, જાલોર આવૃત્તિના પ્રકાશકીયમાં “પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે કેટલાક ફોર્મ જોયા અને તેમણે સંતોષ અનુભવ્યો” આવું જે જણાવ્યું છે તેની યથાર્થતાના સંબંધમાં આગળ જણાવેલ અશુદ્ધ-અમૌલિક પાઠોની નોંધ ઉપરથી તજજ્ઞ વિદ્વાનો અને સુજ્ઞ વાચકોને વિમાસણ થાય તેવું છે. આ સંબંધમાં વિશેષ જણાવવાનું કે, જૈન આગમ અને દર્શનશસ્ત્રોના મર્મજ્ઞ વિર્ય મુનિભગવંત શ્રી જંબૂ વિજ્યજી મહારાજસાહેબ, સં. ૨૦૨૯ના માગસર સુદમાં (સન–૧૯૭૩), ૫૦ શ્રી કલ્યાણવિજ્યજીને વંદન કરવા માટે ગુજરાતથી આહાર (રાજસ્થાન) ગયેલા તે સમયે ૫૦ શ્રી કલ્યાણુવિજયજી મહારાજની માનસિક સ્થિતિ અતિનિષ્ક્રિય–સામેની વ્યક્તિને ઓળખવામાં પણ તકલીફ પડે તેવી-હતી. આ હકીકત પૂજ્યપાદ મુનિવર્ય શ્રી જંબૂ વિજયજી મહારાજે મને પ્રત્યક્ષ જણાવેલી છે. આ અહીં જણાવેલ હકીક્તથી પણ ૫૦ શ્રી કલ્યાણવિજ્યજીએ સૂચિત ફોર્મ કેવાં જોયા હશે ? તે સવિશેષ વિચારણીય લાગે છે. જે ૫૦ શ્રી કલ્યાણવિજયજી સ્વસ્થ હોત અથવા છપાયેલા ફોર્મનું સાચું નિરીક્ષણ કરી શકે તેવા હોત તો, શ્રી રાઠોડજીએ તિત્વોગાલી પ્રકીર્ણકના વિચારણીય સ્થાનોનું સમાધાન પૂ. મુનિવર શ્રી હસ્તિમલજી મહારાજ દ્વારા મેળવ્યું તેથી કંઈ વિશેષ સ્પષ્ટ સમાધાન પં. શ્રી કલ્યાણવિજ્યજી પાસેથી મળત, એમ મારું માનવું છે. ૫૦ શ્રી કલ્યાણવિજ્યજીની માનસિક સ્થિતિની હાલત જો સન ૧૯૭૩ માં ઉપર જણાવ્યા પ્રમાણે હોય તો તેઓશ્રી પ્રસ્તુત ગ્રંથનાં બે સંસ્કૃત અર્પણ પદ્ય બનાવી શકે કે કેમ? તથા આ અર્પણ પદ્યોમાંના બીજા પદ્યમાં તિથોરાટી પ્રકીર્ણનાં વિધાનોને પુષ્ટિ આપે તેવા ભાવનું જે “તીર્થgવાવિષથે છુટમર્થપૂર્વી” આવું તિરથોસ્ત્રી પ્રકીર્ણકનું વિશેષણ લખ્યું છે તે પં. શ્રી કલ્યાણવિજ્યજી લખે કે કેમ? તે પણ વિચારણીય બાબત છે. કારણ કે, જૈન શ્વેતાંબરપરંપરાને અમાન્ય એવી આચારાંગ આદિ સૂત્રોના વિચ્છેદને જણાવતી કેટલીક હકીક્ત આ પ્રકીર્ણકમાં છે. અહીં સૂચિત પદ્યો, ૫૦ શ્રી કલ્યાણવિજયજીએ સન ૧૯૭૫ના મે મહિનાની પહેલી તારીખે રચ્યાં છે, તેમ જાલોર આવૃત્તિમાં છપાયેલ છે, જ્યારે તેમની માનસિક સ્થિતિ સન ૧૯૭૩માં નિર્બલ હતી તે મેં ઉપર જણાવ્યું છે. અહીં સારરૂપ એટલું જ જણાવું છું કે પ્રસ્તુત પ્રકીર્ણકની જાલોર આવૃત્તિના બે પૈકીના એક સંપાદક ૫૦ શ્રી કલ્યાણુવિજ્યજીનું નામ છે તે, એક પ્રકારની વિમાસણ ઊભી કરે તેવું છે. પં. શ્રી કલ્યાણવિજ્યજીએ જે આ ગ્રંથનાં ફોર્મ યથાર્થ રૂપમાં જોયા હોય તો તેઓશ્રી તેમાં રહેલી નાની મોટી ત્રુટીઓ (તમાં કેટલીક તો અક્ષમ્ય છે) ચલાવી લે તે બને જ નહીં, એમ હું માનું છું. અહીં જાલોર આવૃત્તિના સાધંત અશુદ્ધ પાઠોની સંપૂર્ણ નોંધ, તેની સમીક્ષા સાથે આપવામાં આવે તો એક નાની પુસ્તિકા બની જાય, અને તે નોંધવાનો સમય પણ મારી પાસે નથી ઉપરાંત આ પ્રસ્તાવનામાં તે એક રીતે અપ્રસ્તુત પણ છે. આથી સંશોધનક્ષેત્રના અભ્યાસીઓનું ધ્યાન દોરવા માટે મૂલગ્રંથની માત્ર ૨૦૯ ગાથા સુધીમાં આવેલા પાઠોની ચર્ચા અહીં લખું છું—
જાલોર આવૃત્તિની પાંચમી ગાથામાં વયસરદસ્ત પાઠ છે અને તેની સંસ્કૃત છાયામાં પરતä છે. આ પાઠના સ્થાનમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓનો સાચો પાઠ આ પ્રમાણે છેવયસયસન્સને. અહીં જાલોર આવૃત્તિમાં અનુવાદ સાચા પાઠ પ્રમાણે છે, છતાં સંપાદકજીના ધ્યાનમાં, તેમણે સ્વીકારેલો મૂળ અને છાયાનો ખોટો પાઠ આવ્યો નથી એમ કહી શકાય.
ગા. ૮મીનું ઉત્તરાર્ધ જાલોર આવૃત્તિમાં ઈકો છિન્ને નિશાન લગાના નેવતા છે. આમાં gો પાઠ લિપિવિકારથી થયેલો છે, તે સંપાદકજીના ધ્યાનમાં નથી આવ્યો અર્થાત ઈરાન્તો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org