________________
પ્રસ્તાવના
પ્રસ્તુત ગ્રંથને ભણી–સાંભળીને યોગ્ય આચરણું કરવાનું સૂચન છે. આ પ્રકીર્ણકમાં સાધુ-સાધ્વીના જીવનને લગતી અનેક બાબતોમાં તથા પ્રકારની પરિસ્થિતિ જાણી શકાય છે.
૨૦. સારવટીuguથં–આમાં પુંડરીકગિરિ–શત્રુજ્યગિરિની, સાર એટલે શ્રેષ્ઠ ગુણયુક્ત, સ્તવન છે, આથી આનું ગુણનિષ્પન્ન “સારાવલી પ્રકીર્ણક” નામ છે. આમાં મુખ્યતયા શત્રુજ્યગિરિસંબંધિત માહિતી આ પ્રમાણે છે–૧થી ૬ ગાથામાં પાંચ પરમેષ્ટિનું માહામ્ય છે. છથી ૭૪ ગાથામાં નારદઋષિ પ્રત્યે અતિમુક્તકમુનિના કથનમાં, શત્રુજ્યગિરિના પુંડરીકગિરિનામ વિષે અને પૂજ્યત્વ વિષે વિસ્તારથી નિરૂપણ છે. ૭૫થી ૮૫ ગાથામાં નારદઋષિ આદિની દીક્ષા, કેવલજ્ઞાનપ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિ જણાવેલ છે. ૮૬થી ૧૦૨ ગાથામાં પુંડરીકગિરિનો મહિમા છે. ૧૦૩થી ૧૧૨ ગાથામાં જ્ઞાન અને જીવદયાનું ફળ છે. ૧૧૩થી ૧૧૫ ગાથામાં શત્રુજ્યગિરિ ઉપર કરેલા દાનનું ફળ જણાવીને ૧૧૬મી ગાથામાં પ્રસ્તુત પ્રકીર્ણકની નકલ કરવા-કરાવવાનું ફળ નિરૂપ્યું છે.
૨૧. વોરાં વરૂઇયં-સ્થવિર ભગવંત શ્રી પાદલિપ્તાચાર્યે રચેલા આ જ્યોતિષ્કડકપ્રકીર્ણની કુલ ૪૦૫ ગાથાઓ છે. જો કે પ્રસ્તુત પ્રકીર્ણકના વૃત્તિકાર આચાર્ય શ્રી ભલયગિરિજીએ, અહીં સૂચિત પાદલિપ્તાચાર્યને જ્યોતિષ્કરંકપ્રકીર્ણકના વૃત્તિકાર તરીકે જણાવ્યા છે. આમ છતાં પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજીએ “જ્યોતિબ્બરંડકપ્રકીર્ણકના કર્તા શ્રી પાદલિપ્તાચાર્ય હોવા જોઈએ એવી આધારપૂર્વક નોંધ લખી છે, જુઓ જ્ઞાનાંજલી પૃ૦ ૨૫–૨૬. આના આધારે અહીં આ પ્રકીર્ણકના કર્તા તરીકે શ્રી પાદલિપ્તાચાર્ય છે એમ જણાવ્યું છે. આ પ્રકીર્ણકમાં
જ્યોતિષસંબંધી ૨૩ પ્રભુત-અધિકાર છે તે આ પ્રમાણે–૧. કાલપ્રમાણ, ૨. માન–જેનાથી વસ્તુને તાળી શકાય તે (આમાં નાલિકા, સંવત્સરાદિ કાલમાનનું પણ વિસ્તારથી નિરૂપણ છે), ૩. અધિકમાસનિષ્પત્તિ, ૪. ઓમરત્ત-દિનક્ષય, પ–૬. પર્વસમાતિ, તથા તિથિસમાપ્તિ, ૭. નક્ષત્રપરિમાણ, ૮. ચંદ્ર-સૂર્યપરિમાણ, ૯, નક્ષત્રચંદ્રસૂર્યગતિ, ૧૦. નક્ષત્રયોગ, ૧૧. મંડલ વિભાગ, ૧૨. અયન, ૧૩. સૂર્ય-ચંદ્રની આવૃત્તિ, ૧૪. મંડલમુહૂર્તગતિ, ૧૫. ઋતુપરિમાણ, ૧૬. વિપુવતદિન-રાત્રીદિવસની સમાનતા, ૧૭. વ્યતિપાત, ૧૮. તાપક્ષેત્ર, ૧૯. દિવસવૃદ્ધિહાનિ, ૨૦-૨૧. અમાવાસ્યા-પૂણિમાવિષયક નિરૂપણ, ૨૨. પ્રણષ્ટપર્વ અને ૨૩. પક્ષીપરિમાણ.
૨૦. તિરથો નારીરૂન્નયંતીર્થોદ્ગાલી પ્રકીર્ણકના કર્તાના નામનો ઉલ્લેખ મળતો નથી. આમ છતાં વ્યવહારસૂત્રના ભાષ્યમાં આ પ્રકીર્ણકનો ઉલ્લેખ છે, તેથી આની પ્રાચીનતા જાણી શકાય છે. આ પ્રકીર્ણકના અંતમાં જણાવ્યા પ્રમાણે આની ગાથાસંખ્યા ૧૨૩૩ નિશ્ચિત હતી, પણ વિશેષાગમ માટે પ્રાચીન સમયથી જ કોઈ એક અથવા એકથી વધારે અભ્યાસ મુનિદ્વારા, આમાં ૨૮ ગાથાઓ પ્રક્ષિપ્ત થયેલી છે. નંદિસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનિયુક્તિ આદિની જે ગાથાઓ આમાં મળે છે તે બાદ કરતાં પણ, આની ૧૨૩૩ ગાથાઓની નિશ્ચિત સંગતિ થવી મુશ્કેલ જણાય છે.
આ પ્રકીર્ણકમાં આવતી કેટલીક અસંગત હકીકતોનો ધસારો પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ કરેલો છે અને તે આ પ્રસ્તાવનાના પહેલાં આવેલા તેમના વક્તવ્યમાં છે. આ પ્રકીર્ણકમાં કચ્છી રાજાની કથામાં કચ્છી રાજાનો જે સમય આપેલ છે તે પણ સંગત નથી. અહીં કલ્કીનો જે સમય જણાવ્યો છે તે પછી સેંકડો વર્ષ વીતી ગયાં છે, અર્થાત પ્રસ્તુતપ્રકીર્ણકમાં જણાવેલ સમયમાં
१. तित्थोगाली एत्थं वत्तव्वा होइ आणुपुव्वीए । जो जस्स उ अंगस्सा वोच्छेदो जहिं विणिहिटो।
વ્યવહારસૂત્રભાષ્ય ઉદેશ ૧૦ ગાય ૭૦૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org