________________
પ્રસ્તાવના
કલ્કી રાજા થયો નથી, તે એક હકીકત છે. જો કે મહાનિશીથસૂત્રમાં કલ્કી રાજાની હકીકત આવે છે, આમૂ છતાં ભાષ્યકાર સ્થવિરોના પૂર્વે થયેલા શ્રી અગસ્ત્યસિંહગણીએ, તેમની દશવૈકાલિકસૂત્રની ચૂર્ણિમાં “ભવિષ્યમાં કલ્કી રાજા થશે” આ પ્રકારનું વિધાન કરવું તે અશાસ્ત્રીય છે, આ મતલબનું જણાવેલ છે, જુઓ અમારા આ ગ્રંથમાં પૃ૦ ૪૭૦ ટિ૦૨.
આ પ્રકીર્ણકમાં કાલ-સમયના અવસર્પિણી અને ઉત્સર્પિણી ભેદ, છ અરક-આરા−નું સ્વરૂપ મુખ્યતયા વર્ણવેલું છે. આમાં શ્રી ઋષભદેવસ્વામીનું ચરિત્ર, દસ ક્ષેત્રમાં એક જ સમયમાં તીર્થંકરોના જન્મ આદિ, ચોવીસ તીર્થંકરો સંબંધિત પૂર્વભવો અને કલ્યાણકો આદિ અનેક હકીકતો જણાવી છે. ઉપરાંત ચક્રવર્તિ, વાસુદેવ અને બલદેવ સંબંધી નિરૂપણ છે. ૬૨૧થી ૬૨૭ ગાથામાં પાલક, મરુક, પુષ્યમિત્ર, અલમિત્ર, ભાનુમિત્ર, નભઃસેન અને ગર્દભરાજાનો તથા શકવંશીય રાજાઓનો રાજ્યસમય જણાવેલ છે. તેમ જ કલ્કીરાજાની કથા (ગા૦ ૬૨૮ થી ૬૮૯) તેના પુત્ર દત્તરાજાના વંશની પરંપરા, શ્રમણ ભગવાન શ્રી વીરવમાનસ્વામીથી સ્થવિર ભગવંત શ્રી સ્થૂલભદ્રજી પર્યંતની પટ્ટપરંપરા, આચારાંગાદિ શ્રુતનો વ્યવચ્છેદ (ગા૦ ૮૦૭થી ૮૩૬), વગેરે વગેરે વિસ્તારથી જણાવેલ છે. આ પ્રમાણે અહીં આ પ્રક઼ીણુંકનો અતિસંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
આ પ્રકીર્ણક, તેની સંસ્કૃતછાયા અને હિંદી અનુવાદસહિત વીર સં॰ ૨૫૦૦ (સન ૧૯૭૪૭૫) માં ‘શ્વેતાંબર (ચાર ચુઈ) જૈન સંધ–જાલોર' આદિ ત્રણ પ્રકાશકો તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થયેલ છે. આના શોધક, અનુવાદક અને સંપાદક પં૦ કલ્યાણવિજ્ય ગણિવર અને ઠા॰ ગજસિંહ રાઠોડ——ન્યાયવ્યાકરણતીર્થ છે. આ પ્રકાશનમાં સંપાદક તરીકે જે, સ્વનામધન્ય સુખ્યાત વિદુર પૂજ્યપાદ પં૦ શ્રી કલ્યાણવિજ્યજીનું નામ આપ્યું છે તે સંબંધમાં વિમાસણ થાય તેવું આ સંપાદન થયું છે, આ હકીકત અહીં આગળ જણાવેલ વિગતો ઉપરથી જિજ્ઞાસુ વર્ગ જાણી શકશે. જોકે પૂજ્યપાદ પં૦ શ્રી કલ્યાણુવિજયજી મહારાજને પ્રત્યક્ષ મળવાનું ભાગ્ય મને મળ્યું નથી, છતાં મેં તેમના લેખો અને ગ્રંથો વાંચ્યા છે તેથી તથા પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજ (મારા ગુરુ) પાસેથી તેમની ઓળખ મળેલી તેથી પૂજ્યપાદ પં॰ શ્રી કલ્યાણવિજયજી મહારાજને, સંશોધનવિષયના એક અધિકારી વિદ્યાપુરુષ તરીકે ઓળખવા હું ભાગ્યશાળી થયો છું.
૫૭
ઉપર સૂચિત મુદ્રિત ગ્રંથના ‘પ્રકાશકીયમાં પૂજ્યપાદ પં૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ માટે આ પ્રમાણે જણાવ્યું છે કે—દ્દમાત યહૈં આંતરિ ૩ટ અમિઽાત્રા થી જિસ ગ્રંથ જો પ્રારા મેં लाने वाले पन्यासप्रवर श्री कल्याणविजयजी महाराज साहब के करकमलों में इस ग्रंथ की मुद्रित प्रति शीघ्रातिशीघ्र समर्पित करें पर कराल काल ने हमारी सब आशाओं-अभिलाषाओं को कठोर वज्राघात कर कुचल डाला | केवल जैन जगत् ही नहीं, अपितु इतिहास क्षितिज के प्रकाशमान प्रचण्ड मार्तण्ड पन्यास प्रवर श्री कल्याणविजयजी महाराज इहलीला समाप्त कर स्वर्गस्थ हो गये । हमें केवल इतना ही संतोष है कि इस ग्रंथ के कतिपय मुद्रित फार्म उन के करकमलों में उनके स्वर्गस्थ होने से एक मास पूर्व पहुंच गये थे और उन्होंने इस ग्रन्थ के फार्म देखकर आन्तरिक सन्तोष अभिव्यक्त किया था ।
ઉપરના વિધાનમાં “કેટલાક મુદ્રિત ફૉર્મને પૂ॰ ૫૦ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે જોયા હતા, અને તેનાથી તેમણે આંતરિક સંતોષ વ્યક્ત કર્યો હતો” આવું જે જણાવ્યું છે તેથી વાચક સહજભાવે એમ સમજી શકે કે, મુદ્રિત ફૉર્મને પૂ॰ ૫૦ શ્રી કલ્યાવિજયજીએ વાંચ્યાં પણ હશે, અને તે ફૉર્મની સંખ્યા પણ એથી તો વધારે હશે જ. આ સંબંધમાં પ્રસ્તુત તિથોળાસ્ટીવર્યની હસ્તલિખિત પ્રતિઓમાં મળતા શુદ્ઘપાઠોને ન સમજવાના કારણે શ્રી રાઠોડજીએ નિરાધારપણે છંદોભંગ કરીને જે ખોટા અશુદ્ધ પાડો તેમ જ ગ્રંથના કેટલાક શુદ્ધ પ્રાકૃત શબ્દોના અર્થને ન સમજવાથી જે અશુદ્ધ
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org