________________
પ્રસ્તાવના
૫૫
શ. મત્તજન્નાપન્નયં–ભક્ત એટલે આહાર અને પરિજ્ઞા એટલે પ્રત્યાખ્યાન. આ ભક્તપરિજ્ઞાપ્રકીર્ણકમાં આજીવન આહારનો ત્યાગ કરનારના સંબંધમાં નિરૂપણ છે. શ્રી વીરભદ્રાચાર્યરચિત આ પ્રકીર્ણકની કુલ ગાથા ૧૭૩ છે. આનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે–પ્રથમ બે ગાથામાં મંગલ અને અભિધેય જણાવીને ૩-૪ ગાથામાં જ્ઞાનનું માહામ્ય છે. પાંચમી ગાથામાં ક્ષણિક સુખની નિષ્ફળતા જણાવી છે. ૬-૭ ગાથામાં જિનાજ્ઞાની આરાધનાથી શાશ્વત સુખની પ્રાપ્તિ નિરૂપી છે. ૮–૯ ગાથામાં અભ્યદ્યતમરણના ૧. ભક્તપરિજ્ઞામરણ, ૨. ઇગિનીમરણ અને ૩. પાદપોપગમનમરણ–એમ ત્રણ ભેદ છે. ૧૦-૧૧ ગાથામાં “૧. સવિચારભક્તપરિજ્ઞામરણ અને ૨. અવિચારભક્તપરિજ્ઞામરણ” એમ ભક્તપરિજ્ઞામરણના બે ભેદ છે. ગાઢ ૧૨થી ૧૯માં આજીવન આહારત્યાગ કરવા ઈચ્છનાર મુનિની ગુરુ પ્રત્યે વિનંતિ અને ગુરુની આલોચનાવિષયક ઉપદેશ છે. ૨૦થી ૨૩ ગાથામાં આજીવન આહારત્યાગ કરનાર એટલે કે અનશન વ્રત લેનાર મુનિની આલોચના અને પ્રાયશ્ચિત્તકરણ છે. ૨૪થી ૨૮ ગાથામાં અનશન વ્રત લેનાર મુનિમાં ગુરુદ્વારા પાંચ મહાવ્રતોનું આરોપણ છે. ૨૯થી ૩૩ ગાથામાં અનશનવ્રત લેનાર ગૃહસ્થની આચરણ અને તે ગૃહસ્થમાં ગુરુદ્વારા સામાયિક વ્રતનું આરોપણ છે. ૩૪થી ૪૭ ગાથામાં અનશનવ્રત લેનારની આચરણ છે. ૪૮ થી ૫ર ગાથામાં અનશનવ્રત લેનારની ક્ષમાપના છે. પ૩થી ૧૫૩ ગાથામાં અનશન વ્રત લેનારની પ્રત્યે ગુરુની વિસ્તારથી ઉપદેશરૂપ શિક્ષા છે. ૧૫૪-૫૫ ગાથામાં અનશનવ્રત લેનારનો ગુરુશિક્ષા સ્વીકાર છે. ૧૫૬થી ૧૭૧ ગાથામાં વેદનાપીડિત અનશનવ્રતિની પ્રતિ ગુરુનો ઉપદેશ છે. અને છેલ્લે ૧૭૨-૭૩ ગાથામાં પ્રસ્તુત ભક્તપરિજ્ઞા પ્રકીર્ણનું માહાત્મ જણાવ્યું છે.
૨૬. ભાવવધારાનggunયં–શ્રી વીરભદ્રાચાર્યત આ આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક પદ્યગદ્યાત્મક છે. દસમી ગાથાની પછી અગિયારમા સૂત્રરૂપે આવેલ ગદ્યસૂત્રસિવાય શેષ રચના ગાથાબદ્ધ છે. આનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે–૧થી ૯ ગાથામાં બાલપંડિત મરણનું સ્વરૂપ છે. ૧૦ થી ૩૨ ગાથામાં પંડિત ભરણનું વિસ્તારથી નિરૂપણ છે. ૩૩ થી ૩૬ ગાથામાં આલોચના દેનાર અને લેનારનું નિરૂપણ છે. ૩૭થી ૪૫ ગાથામાં અસમાધિમરણ અને તેનું ફળ છે. ૪૬-૪૭ ગાથામાં બાલમરણનું નિરૂપણ છે. ૪૮ થી ૭૧ ગાથામાં પંડિતમરણની ભાવના અને આરાધનવિધિ છે.
૨૭. અરછાયાપુરૂoળચં-નિગ્રંથ અને નિગ્રંથિનીના નાના મોટા સમુદાયને “ગચ્છ' કહેવામાં આવે છે. ગચ્છના આચારનું નિરૂપણ આ સૂત્રમાં છે. તેથી આનું નામ ગચ્છાચારપ્રકીર્ણક છે. આની કુલ ૧૩૭ ગાથા છે. અંતભાગમાં આવેલી ૧૩૫મી ગાથામાં જણાવ્યા પ્રમાણે આ પ્રકીર્ણકની રચના મહાનિશીથસૂત્ર, કલ્પસૂત્ર(બુકલ્પસૂત્ર) અને વ્યવહારસૂત્રના આધારે થઈ છે. અને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે–પ્રથમ ગાથામાં મંગલ અને અભિધેય જણાવીને બીજી ગાથામાં ઉન્માર્ગગામી ગચ્છમાં રહેવાથી હાનિ જણાવી છે. ૩થી ૬ ગાથામાં સદાચારી ગ૭માં રહેવાથી લાભ જણાવ્યો છે. ૭થી ૪૦ ગાથામાં આચાર્યના સ્વરૂપનું વર્ણન છે, અહીં મુખ્યતયા યોગ્ય અને અયોગ્ય આચાર્યના સંબંધમાં ઠીક ઠીક વિવેચન કર્યું છે. ૪૧થી ૧૦૬ ગાથામાં સાધુના સ્વરૂપનું વર્ણન છે, અહીં ગીતાર્થ અગીતાર્થ કુશીલ આદિનું વિવિધ વિવેચન છે, ઉપરાંત સંયમરક્ષા માટે ધ્યાન ખેંચે તેવા પ્રસંગોની, સુગચ્છની અને કુગચ્છની વિગતો સહિત ઘણું ઘણું વર્ણવ્યું છે. ૧૦૭થી ૧૩૪ ગાથામાં આય–નિર્ગથિનીનું સ્વરૂપ છે, અહીં આર્યા અને અનાર્યાની ઓળખ માટે વિવિધ પ્રસંગોના વર્ણનપૂર્વક વિસ્તારથી વિવેચન છે. અંતમાં સમાપ્તિસૂચક ત્રણ (ગા. ૧૩૫થી ૧૩૭) ગાથાઓમાં પ્રસ્તુત ગ્રંથગત પ્રરૂપણના આધારરૂપ શાસ્ત્રોનું, પ્રસ્તુત પ્રકીર્ણકના અધ્યયનની ભલામણનું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org