________________
અહોભાવ થાય ખરો ? મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સ્થિર કરવા માટે કેટલો સમય આપો છો ?
અનાદિકાળથી ઘર, પેઢી, કુટુંબના સંસ્કાર દ્રઢ કરવાનો ટાઇમ છે અને પુરૂષાર્થ થઇ રહ્યો છે એમ જ્ઞાનને સ્થિર કરવાનો ટાઇમ અને પુરૂષાર્થ કેટલો ? આ રોજ વિચારવાનું છે.
અસત્ય બોલવાથી, કોઇને ઠગવાથી, કોઇને હેરાન કરવાથી, કોઇની મશ્કરી કરવાથી, એ બધાથી પણ જીવને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એના પ્રતાપે સામાવાળા ને ગુસ્સો વગેરે પેદા થાય તેનો દોષ પણ આપણને લાગે છે. જ્ઞાન મેળવ્યા પછી મૌન પણે પોતાનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આવડ્યું એટલે બોલવું અવો નિયમ નથી.
તીર્થંકરના આત્માઓ જ્યારે છેલ્લે ભવે તીર્થંકર રૂપે જન્મે છે, ચ્યવન પામે છે ત્યારે ત્રણજ્ઞાન વિશુધ્ધ રીતે સાથે લઇને આવે છે અને એ શ્રુતજ્ઞાન પૂર્વભવે જેટલું ભણેલા હોય છે તે સાથે લઇને દેવલોકમાં અને નરકમાં જાય છે ત્યાં પરાવર્તન કરી સંસ્કાર દ્રઢ કરી અહીં સાથ લઇને આવે છે તે સંસારી અવસ્થામાં પણ પોતે પોતાનો કાળ એ શ્રુતજ્ઞાનના પરાવર્તનમાં પસાર કરે છે. જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો ન જાય એની સતત કાળજી રાખે છે માટે જ એ જ્ઞાન ત્રીજા ભવથી સાથે ને સાથે જ રહે છે. મોટે ભાગે તેઓ મૌન જ રહે છે.
જ
તીર્થંકરના આત્માઓ પણ જ્ઞાનનો ઉપયોગ ન ચાલ્યો જાય એને માટે આટલો પ્રયત્ન જ્ઞાનને પરાવર્તન કરવામાં કરતા હોય તો આપણે આપણા જ્ઞાનના ક્ષયોપશમ ભાવને પેદા કરવા, ટકાવવા અને સાથે લઇ જવા કાંઇ કરવું પડશે ને ? એને માટે પ્રયત્ન કેટલો ?
ભગવાન મહાવીરના આત્માએ ત્રીજા ભવે નંદન ઋષિના ભવમાં એક લાખ વરસના સંયમ પર્યાયમાં જીંદગીભર સુધી માસખમણને પારણે માસખમણ કરતાં અગ્યાર લાખ એંશી હજાર માસખમણ કરીને અગ્યાર અંગ ભણી તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું છે. રોજના ૨૧ કલાક સ્વાધ્યાયમાં પસાર કરે છે. છેલ્લે ભવે પણ સંસારમાં ત્રીશ વરસ રહ્યા તો પણ જ્ઞાનના ઉપયોગમાં સ્થિર છે. અવિરતિનો ઉદય હોવા છતાં એ કાંઇ કરી શકતો નથી. કારણ કે જ્ઞાનના ઉપયોગમાં સ્થિર છે એ અવિરતિના ઉદય કાળમાં ઇન્દ્ર મહારાજા દેવતાઓ વગેરે રમકડાનું રૂપ કરીને રમવા માટે આવે છે છતાં પણ કોઇ રમકડામાં મારાપણાની બુધ્ધિ પેદા થતી નથી કોઇ પદાર્થ પ્રત્યે આસક્તિ-રાગ કે મારાપણાની બુધ્ધિ થતી નથી. એટલી અવિરતિ કાબુમાં છે. માટે રાગના ઉદયકાળમાં રાગને નિક્ળ કરીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવતા
જાય છે.
ૠષભદેવ ભગવાન ત્ર્યાશી લાખપૂર્વ વરસ સુધી એ રીતે જ ઘરવાસમાં રહ્યા માટે એ અરિહંતના આત્માઓ સંસારમાં રહીને કેમ જીવાય એ જીવન જીવી બતાવી આદર્શરૂપ મુકી ને ગયા છે.
જ્ઞાનીઓ કહે છે કે એકનું એક સૂત્ર સાતવાર ભણવું જોઇએ કે જેથી એ સ્થિર થાય. આ રીતે અભ્યાસ કરીએ તો જ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ સ્થિર થાય અને વધે.
નેમનાથ ભગવાનની પાસે લગ્નની હા પડાવવા માટે કૃષ્ણ મહારાજાની પટ્ટરાણીઓ એકાંતમાં લઇ જઇને દબાણ કર છે તેમાં તેઓ શું શું બોલે છે છતાં ભગવાન નેમનાથ તો મૌન જ રહ્યા છે ને ? અવિરતિનો ઉદય હોવા છતાં કાંઇ વિચાર કરવાનું ય મન થાય છે ? તેમના મૌનને સ્વીકૃતિ સમજી એટલે હા સમજીને કૃષ્ણ મહારાજાની પત્નિઓએ જાહેરાત કરી કે અમને હા પાડી છે, લગ્ન કરશે. આ રીતે હા કહેવડાવી
પરણવા માટે વરરાજા તરીકે લઇ ગયા તોય મૌનજ રહે છે ને ? જ્યારે પ્રાણીઓનો પોકાર સાંભળ્યો એટલે સારથીને પૂછી હકીકત જાણીને રથ પાછો વાળ્યો પ્રાણીઓ ઉપર દયાના પરિણામથી ઉપકાર કરવા માટે
Page 12 of 126