________________
હોય છે. આ લેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તે જઘન્ય પરિણામવાળા નીલ લેશ્યાના પુદ્ગલો વાળી નીલ લેશ્યા હોય છે. નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળા નીલ લેશ્યાના પુદ્ગલોમાં બંધાય છે. જ્યારે જીવોને નીલ લેશ્યાનો પરિણામ ચાલતો હોય ત્યારે તે જીવોનાં પરિણામ અથવા વિચારો આ
પ્રમાણે ચાલતા હોય છે.
૧. માયા કપટ કરવામાં કુશળ હોય છે.
૨. લાંચ રૂશ્વત કરવામાં તથા લાંચ ખાવામાં સારી રીતે હોંશિયાર હોય છે.
૩. અસત્ય બોલવામાં ખુબ પ્રવીણ હોય છે. માટે આજે દુનિયામાં જેનો દિકરો વેપાર ધંધામાં અસત્યાદિ બોલવામાં હોંશિયાર બન્યો હોય અને તેમાં આગળ વધતો હોય તો લોક કહે છે કે તમારો દિકરો ઘણો હોંશિયાર પાક્યો. હોંશિયાર થઇ ગયો.
૪. વિષયનો પ્રેમી એટલે પાંચે ઇન્દ્રિયના અનુકૂળ વિષયોમાં આસક્તિ ધરાવનારો હોય છે. ૫. અસ્થિર હૃદયવાળો એટલે કે સારા કાર્યોને વિષે મનની સ્થિરતા વગરનો ધાર્યું કરનારો ધર્મ બુધ્ધિમાં અસ્થિરતાના સ્વભાવવાળો.
૬. આળસુ જેને દુનિયામાં એદિ કહેવાય તેવો કોઇપણ કામ કરવામાં બીજો કરી લેતો હોય તો પોતે બેસીને જોનારો પણ પોતે ઉઠીને કરવાની વૃત્તિવાળો નહિ. એવા સ્વભાવવાળો.
૭. મંદમતિ વાળો. ધર્મની બાબતમાં પોતાની બુધ્ધિ લગાડવાની ભાવના વિનાનો સંસારના અનુકૂળ પદાર્થો મેળવવા આદિમાં મતિને જોડનારો.
૮. કાયર અને અભિમાની. અંતરમાં કાયરતા રાખનારો અને બહાર ગર્વથી નારો આવા પ્રકારના વિચારો આ લેશ્યાવાળા જીવોને હોય છે તેમાં આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય ઉત્કૃષ્ટ
લેશ્યામાં બાંધી શકે છે.
૧૧. કાપોત લેશ્યા
આ લેશ્યાના પુદ્ગલો જગતમાં સ્વતંત્ર રીતે રહેલા છે તે પુદ્ગલોનાં તેના નામ પ્રમાણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહેલા હોય છે. જેમ ગ્રહણ યોગ્ય પુદ્ગલોની વર્ગણાઓ જગતમાં હોય છે તેમ જગતના સર્વ આકાશ પ્રદેશ ઉપર પણ આ લેશ્યાના પુદ્ગલો અનંતા અનંતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
આ કાપોત લેશ્યાના પુદ્ગલો આત્માની સાથે એકમેક થાય છે ત્યારે આત્માના પરિણામમાં એટલે વિચારોમાં ફેરફાર કરે છે તેના અસંખ્યાતા ભેદો થાય છે. તેમાં મુખ્યત્વે ત્રણ ભેદો કહેલા છે. જઘન્ય કાપોત લેશ્યા-મધ્યમ કાપોત લેશ્યા અને ઉત્કૃષ્ટ કાપોત લેશ્યાના પરિણામો એમ ત્રણ ભેદ હોય છે.
આ લેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે જઘન્ય પરિણામ અને મધ્યમ પરિણામવાળી કાપોત લેશ્યા હોય છે. આ કાપોત લેશ્યાના પુદ્ગલોથી આત્માના વિચારો કયા કયા બને છે. તે આ પ્રમાણે.
૧. આરંભ સમારંભમાં આસક્ત હોય છે. એટલે કે ગમે તેવા વ્યાપારાદિ કરવા હોય તો તેમાં પ્રવીણ
હોય.
૨. પાપના કાર્યો કરતો જાય અને તેમાં પાપ નથી એમ માનનારો એટલે કે સાવધ વ્યાપારાદિ કરતો જાય અને બોલતો જાય કે સંસારમાં બેઠા છીએ. ઘર આદિ લઇને બેઠા છીં એ બધુ ચલાવવા માટે વ્યવહારમાં સારી રીતે ઉભા રહેવા માટે આ બધા પાપો કરીએ તે પાપ કહેવાય નહિ. સંસાર આખો ય પાપથી ચાલે છે. માટે આ પાપ કરીએ તે પાપ કહેવાય નહિ. આવી માન્યતા રાખીને પાપ વ્યાપારોને
Page 97 of 126