Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 106
________________ વાંદરો એક ઝાડથી બીજા ઝાડ ઉપર કુદે તો પણ તે બચ્ચું પડે નહિ. તે મર્કટ બંધ કહેવાય છે. આ સંઘયણની રચના મર્કટ બંધની જેમ હાડકાં જે રહેલા હોય તેના ઉપર હાડકાનો મજબૂત પાટો રહેલો હોય અને તે મર્કટ બંધ અને પાટાની વચમાં વજ્ર જેવો હાડકાનો આરપાર ખીલો રહેલો હોય છે. એવી જે હાડકાની રચના વિશેષ તે વજ્રૠષભ નારાચ સંઘયણ કહેવાય છે. આ સંઘયણ ઔદારીક શરીરમાં મનુષ્ય અને તિર્યંચોને હોય છે તે પણ સન્ની પર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચોને વિષે હોય છે. (૨) ૠષભ નારાચ સંઘયણ :- જે શરીરમાં હાડકાંની રચના મર્કટ બંધ જેવી અને ઉપરના ભાગમાં હાડકાનો પાટો રહેલો હોય છે એવી જે રચના તે ઋષભ નારાચ સંઘયણ કહેવાય છે. (૩) નારાચ સંઘયણ :- જે ઔદારીક શરીરને વિષે માત્ર મર્કેટ બંધ રૂપે જ હાડકાની રચના રહેલી હોય તે નારાચ સંઘયણ કહેવાય છે. (૪) અર્ધ નારાચ સંઘયણ :- જે શરીરને વિષે અડધો મર્કટ બંધ એક બાજુનો હોય અને બીજી બાજુ હાડકું ખીલા જેવું રહેલું હોય એવી જે હાડકાની રચના તે અર્ધનારાચ સંઘયણ કહેવાય છે. (૫) કીલિકા સંઘયણ :- જે શરીરમાં હાડકાં રહેલા હોય તે માત્ર એકબીજા ખીલાથી એટલે હાડકાના ખીલાથી સાંધેલા હોય તે કીલિકા સંઘયણ કહેવાય છે. (૬) છેવટ્ટુ અથવા સેવાર્ત સંઘયણ :- જે શરીરને વિષે હાડકા માત્ર એકબીજાને અડી અડીને રહેલા હોય તે હાડકાની રચનાને છેવઠ્ઠ સંઘયણ કહેવાય છે અથવા આ હાડકાની રચનાવાળું શરીર વારંવાર સેવા માગ્યા કરે તે સેવાત સંઘયણ કહેવાય છે. આ છ એ સંઘયણમાંથી એક સાથે એક અંતર્મુહૂર્તમાં એક જ સંઘયણ બંધાય છે અને છ એ સંઘયણમાંથી કોઇપણ સંઘયણ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય અને સન્ની પંચેન્દ્રિય જીવો એટલે સઘળાય જીવો મનુષ્ય અને તિર્યંચ ગતિની સાથે બાંધી શકે છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય, પર્યાપ્તા, અપર્યાપ્તા જીવોને તથા સન્ની અપર્યાપ્તા-લબ્ધિ અપર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચોને નિયમા એક છેલ્લું છેવટ્ટ સંઘયણ ઉદયમાં હોય છે. જ્યારે સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોને છ એ સંઘયણમાંથી કોઇપણ સંઘયણ ઉદયમાં હોય છે. અત્યારે પાંચમાં આરામાં જંબુસ્વામીજી મોક્ષે નહોતા ગયા ત્યાં સુધી પહેલું સંઘયણ હતું તેમના મોક્ષે જવાની સાથે પહેલું સંઘયણ વિચ્છેદ થયું. ત્યાર પછી શ્રી વ્રજસ્વામીજી સુધી પાંચ સંઘયણો હતા. તે મહાપુરૂષના કાળધર્મ પછી બેથી પાંચ તે સુધીનાં સંઘયણો વિચ્છેદ થયા ત્યારથી એક છેલ્લું સંઘયણ રહેલું છે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મનુષ્યોમાં મોટા ભાગે પહેલું સંઘયણ હોય છે. બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરીને અગ્યારમા ગુણસ્થાનક સુધી જઇ શકે છે. એટલે પહેલા ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે તેમાં અગ્યારમા ગુણસ્થાનકે પહેલા સંઘયણ વાળા જીવો કાળ કરે તો મરીને નિયમા અનુત્તર વિમાનમાં જ જાય છે. જ્યારે બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવો અગ્યારમા ગુણસ્થાનકે કાળ કરે તો તેઓ અનુત્તરમાં ન જતાં વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે. છેલ્લા ત્રણ સંઘયણવાળા જીવો પહેલાથી સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. સંસ્થાન-સંસ્થાન એટલે - આકૃતિ. શરીરની આકૃતિ વિશેષને સંસ્થાન કહેવાય છે. તેના પણ છ ભેદ છે. (૧) સમચતુરસ્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુબ્જ સંસ્થાન, (૫) Page 106 of 126

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126