________________
લીધેલા હોય તો તેઓને જોતાની સાથે-સાંભળતાની સાથે અહોભાવ પેદા થાય છે તે જે અહોભાવ પેદા થવો. એ ઉચ્ચ ગોત્રનો ઉદય ગણેલો છે. એટલા જ માટે હરિફેષી મુનિ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં જ્યારે સંયમનો સ્વીકાર કરે છે ત્યારે લોક પૂજ્ય બને છે અને પૂજ્ય ભાવને પામે છે. તે ઉચ્ચ ગોત્રના ઉદયા રૂપે કહેવાય છે. એવી જ રીતે રાજગૃહી નગરીમાં રહેતા કઠીયારાએ સંયમનો સ્વીકાર કર્યો છે અને લોકોને સમજુતી ન હતી ત્યાં સુધી કઠીયારા રૂપે લોક કહેતું હતું. જ્યારે અભયકુમારે સૌને સમજુતી આપી. ત્યારથી લોકના અંતરમાં પૂજ્ય ભાવ પેદા થયો અને તે રૂપે સંયમી તરીકે માનવા લાગ્યા કે આતો કાચા પાણીને અડે નહિ. સ્ત્રીને પણ સ્પર્શ કરે નહિ, અને અગ્નિને પણ સ્પર્શ કરે નહિ. આવા ભાવથી પૂજ્ય ભાવ પેદા થયો ત્યારથી ઉચ્ચ ગોત્રનો ઉદય શરૂ થયો ગણાય છે.
નીચ ગોત્ર બાંધવાના નવ કારણો કહેલા છે. (૧) બીજા જીવોને એટલે પોતા અને પોતાના ગણાતા સિવાય જીવોની નિંદા કરવી.
(૨) પોતાને અને પોતાના સિવાયના બીજા જીવોની અવજ્ઞા કરવી. જ્યારે પૈસો અને સુખ માનવી પાસે વધે છે અને તે વધતુ ટકી રહે છે એટલે મોટા ભાગે બીજા જીવો પ્રત્યેની અવજ્ઞા દોષ ચાલુ થઇ જતો દેખાય છે.
(3) પોતાના અને પોતાના સિવાયના નાના માણસોની કે તેની પાસે પૈસો અને સુખની સામગ્રી: પોતાના જેટલી નથી. પોતાનાથી ઓછી હોય છે એટલે વાત વાતમાં તેની મશ્કરી કરતા જાય છે.
(૪) આજ રીતે પોતાના અને પોતાના ગણાતા કુટુંબી સિવાયના અન્ય જનોમાં કોઇ વિશિષ્ટ સારા ગુણો દેખાય તો પણ તે ગુણોના વખાણ કરવાના બદલે પોતાની પાસે પૈસો સુખ અને સત્તા પોતાના પ્રમાણમાં મળેલી હોવાથી તેના ગુણોને એટલે બીજાના ગુણોને છુપાવી છુપાવીને બોલતો હોય છે.
(૫) બીજા જીવોનાં છતાં એટલે પ્રગટ દોષો અને અછતાં એટલે ખાનગી દોષો પોત જાણતો હોય તો તેને બોલવાથી એટલે બીજા પાસે પ્રગટ કરવાથી.
(૬) પોતાનામાં ગુણો ન હોવા છતાં પણ ગુણો બોલવાથી બીજાની પાસે પોતાના ગુણો પ્રગટ કરવાથી..
(9) છતાં એટલે પ્રગટ અને અછતાં એટલે અપ્રગટ. પોતાના ગુણોની પ્રશંસા કરવાથી એટલે જ્યારે જે કોઇ મળે તેની પાસે અમે આમ ને અમે તેમ આમ કરવાથી અમે આગળ આવ્યા જો એ પ્રમાણે હિંમત કરીને કામ ન કર્યું હોત તો તમારી જેમ અમારે રોવાનો કે બેસવાનો વખત આવત. ઇત્યાદિ પોતાની જ પ્રશંસા કર્યા કરવી તે.
(૮) પોતાના દોષોને ઢાંકવા છતાં પણ કોઇ કદાચ દોષ બતાવે તો પણ તમે કેવા ચોખ્ખા છો. એ અમને ખબર છે. ઇત્યાદિ વાતો કરીને પોતાના દોષોને ઢાંકવાનો પ્રયત્ન કરવો.
(૯) જાતિમદ-કુલમદ, ઐશ્વર્ય મદ આદિ આઠ પ્રકારના મદમાંથી કોઇને કોઇ મદનું સેવન કરવું. આ કારણો નીચ ગોત્રના બંધના કારણ રૂપે કહેલા છે.
આઠ મદના નામો : ૧. કુળ મદ, ૨. જાતિ મદ, ૩. બળ મદ, ૪. રૂપ મદ, ૫. તપ મદ, ૬. ઐશ્વર્ય મદ, ૭. વિધા મદ અને ૮. લાભ મદ.
નીચ ગોત્ર
પહેલાના કાળમાં લગ્ન પરંપરામાં કુળના સંસ્કાર નીતિ, રીતિ વગેરે બધુ જોવાતું હતું. આજે તો.
Page 120 of 126