Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 122
________________ એમાં શું મોટી વાત છે. આજે જ જાઉં અને કપિલાને કહ્યું કે આ મારી સામગ્રી તને દાનમાં આપવા માટે આપું છું. તારા હાથે આપ અને ઘરે આવી રાજાએ કહ્યું ત્યારે કપિલા દાસી કહે છે કે હું દાન આપું જ નહિ, ઘણું કહ્યા છતાં માનતી નથી ત્યારે શ્રેણિક રાજાએ હાથે ચાટવો બાંધ્યો અને તેનાથી દાન આપવાનું કહ્યું. તો પણ તે દાસી કહે છે કે શ્રેણિકનો ચાટવો દાન આપે છે હું આપતી નથી. વિચારો કે કેવો જોરદાર અંતરાય બાંધીને આવેલી છે કે જેના પ્રતાપે દાન આપવાનું મન જ થતું નથી. આ દાનાંતરાય કર્મ કહેવાય. (૨) લાભાંતરાય :- લાભ મળી શકે તેવી સામગ્રી હોવા છતાંય, ઘણો પુરૂષાર્થ કરેલો હોવા છતાંય, લાગે કે હમણાં થોડા ટાઇમમાં જરૂર લાભ થશે એમ દેખાતું હોવા છતાંય, જ્યાં લાભ માટે જાય ત્યાં કોઇને કોઇ નિમિત્ત એવું મળે કે જેના પ્રતાપે લાભ છેટોને છેટો થતો જાય તે લાભાંતરાય કર્મ. ભૂતકાળમાં કોઇને મેળવવામાં અંતરાય કરેલ હશે, કોઇનું પડાવી લીધેલ હશે કે જેના પ્રતાપે આ અંતરાય ચાલ્યા જ કરે. તે લાંભાતરાય કર્મ કહેવાય. કૃષ્ણ મહારાજાના ભાઇ ઢંઢણ ૠષિએ સંયમનો સ્વીકાર કરેલો છે. એકવાર શ્રી નેમનાથ ભગવાનને કહી ગોચરીએ નીકળ્યા. શ્રી નેમનાથ ભગવાને કહ્યું કે ઢંઢણ તારો લાભાંતરાયનો ઉદય થયેલો છે માટે છ માસ ગોચરી તને મળશે નહિ. છતાં પણ ભગવાનની આજ્ઞા લઇને ગોચરી માટે દ્વારિકા નગરીમાં છે. પણ ગોચરી મળતી નથી. છ માસ બાદ એક દિવસે ગોચરી મળી તે લઇ ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું તારી લબ્ધિથી મળેલ નથી. કૃષ્ણની લબ્ધિથી મળેલ છે તે સાંભળી ઉપવાસ કરી અનશન કરી પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું. એમ જે જીવોને લાભાંતરાયનો ઉદય હોય, કદાચ મહેનત કરવા છતાંય ન પણ મળે તો પણ ખેદ કરવા કરતાં સમતા ભાવથી તે વેઠી લેવામાં આવે તો તે લાભાંતરાય કર્મ ખપી જાય છે. નહિતર જો ગમે તેવા વિચારો કરીએ તો તેનાથી નવું લાભાંતરાય બંધાતા ભવાંતરમાં રીથી આવું ય ન મળે તેવું કર્મ બંધાતુ જાય માટે ખૂબ વિચાર કરી જીવન જીવવું જોઇએ. (૩) ભોગાંતરાય કર્મ :- એકવાર ભોગવવા યોગ્ય પદાર્થ પોતાની પાસે રહેલા હોવા છતાંય કર્મના ઉદયથી ભોગવી ન શકે. ભોગવવા જાય તો કોઇને કોઇ અંતરાય આવી જાય તે ભોગાંતરાય કહેવાય. (૪) ઉપભોગાંતરાય કર્મ :- વારંવાર ભોગવવા યોગ્ય સામગ્રી પોતાની પાસે રહેલી હોવા છતાં, શક્તિ પણ ભોગવી શકે એવી હોવા છતાં, જે ભોગવી ન શકે તે ઉપભોગાંતરાય કર્મ કહેવાય છે. તેનો ઉપયોગ કરવા જાય અને કોઇને કોઇ એવો અંતરાય આવે કે ભોગવી શકે જ નહિ. (૫) વીર્યંતરાય કર્મ :- મન-વચન અને કાયા સારી મળેલી હોય, નિરોગી શરીર હોય, તેના વીર્યનો એટલે તાકાતનો ઉપયોગ કરે તો કાંઇ તકલીફ પડે નહિ છતાં પણ જાણી બુઝીને કામ કરવાનું મન જ ન થાય. કોઇના કામમાં સહાયભૂત થવાની વિચારણા પણ પેદા થવા ન દે અને પોતાની કાયાને નિરાંતે બેસાડી રાખવાનું અને ન બગડી જાય તેની કાળજી રાખીને જીવવાનું મન થયા કરે તે વીર્યંતરાયકર્મ. જ્ઞાની ભગવંતો કહે છે કે છતી શક્તિએ મન, વચન અને કાયાના બળનો ઉપયોગ કરવામાં ન આવે તો તેનાથી વીર્યંતરાય કર્મ ગાઢ બંધાય છે. એટલે ભવાંતરમાં આટલી પણ શક્તિ ન મળે એવું વીર્યંતરાય કર્મ બંધાય છે. ઘણાં જીવોને પોતાના મન-વચન અને કાયાના વીર્યને એટલે શક્તિને સંસારની સામગ્રી-અનુકૂળ સામગ્રી મેળવવા, ભોગવવા, સાચવવા, ટકાવવા, ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે ઉપયોગ કરવાનું મન થાય છે. અને તેને માટે અડધો ભૂખ્યો, અડધો તરસ્યો ઘણી વાર ખાધા વગર પણ પ્રયત્ન કર્યા કરે છે Page 122 of 126

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126