________________
બાલવીર્ય કહેવાય. ઘર, કુટુંબ, પેઢી વગેરે સાવધ વ્યાપારની વિચારણામાં મન,વચન, કાયાથી જે કાંઇ પ્રવૃત્તિ કરીએ તેમાં જેટલા રસપૂર્વક કરીએ તેનાથી વીર્યંતરાય અશુભ રસ જોરદાર બાંધતા જઇએ તેને બાલવીર્ય કહેવાય છે. કોઇ કામ ન કરતું હોય અને આપણે તેને કહીએ કે નાનો થઇને કરતો નથી ? તેનાથી પણ આ કર્મ બંધાય. હિતબુદ્ધિ સાથે રાખીને કડક વચન કહીએ તો નિર્જરા થાય. આપણો વીઆંતરાયનો ક્ષયોપશમ ભાવ વધે. હિતશિક્ષા આપવામાં સ્વાર્થ બુદ્ધિ હોય કે આગળ ઉપર મને કામ આવશે તો નિર્જરા ન થાય.
(૨) બાલપંડિતવીર્ય - શ્રાવકને દેશવિરતિ સુધીની બધી પ્રવૃત્તિ તેમાં જેટલી શક્તિનો ઉપયોગ, કરે તેનાથી વીર્યનો ક્ષયોપશમ ભાવ વધે છે. વ્રત, નિયમ, પચ્ચકખાણ સુધીની પ્રવૃત્તિ તે દેશવિરતિની પ્રવૃત્તિ. સામાયિક ઉચ્ચરવા ઉભુ થવું જ પડે. બેઠે બેઠે ઉચ્ચરે તે અવિનય કહેવાય.
(૩) પંડિતવીર્ય :- પંડિત વીર્ય = સાધુપણું છટ્ટ ગુણસ્થાનકે રહીને સઘળાય સાવધ વ્યાપારનો ત્યાગ કરી પોતાના કર્મોનો ભૂક્કો બોલાવવા કરાતો પ્રયત્ન એમાં પોતાના વીર્યનો ઉપયોગ કરે તે પંડિતવીર્ય કહેવાય.
સમકીતી જીવ જે કાંઇ મન, વચન, કાયા રૂપે વ્યાપાર કરે છે તે બાલવીર્ય કહેવાય. ગ્રંથીભેદ કરનારાને પણ અથવા ગ્રંથીભેદ કરવાના લક્ષ્યવાળાને પણ બાલવીર્ય કહેવાય છે.
શ્રેણિક મહારાજા ભગવાનની ભક્તિ કરતાં કરતાં તીર્થકર નામકર્મ નિકાચીત કરીને તીર્થકર થઇ શક્યા. કુમારપાલ મહારાજા દેવ, ગુરૂ, ધર્મની અને અહિંસાની આરાધના કરતાં કરતાં ગણધર નામકર્મ બાંધી શક્યા. કૃષ્ણ મહારાજા અઢાર હજાર સાધુઓને વંદન કરી પોતાના વીર્યને ફોરવીને દર્શના મોહનીયનો નાશ કરી ક્ષાયિક સમકીતને પ્રાપ્ત કરી શક્યા.
શાલિભદ્રના જીવને ભરવાડના ભવમાં મહાત્માને ખીર વહોરાવીને જે આનંદ પેદા થયો છે તેના કારણે મિથ્યાત્વની મંદતા કરીને ગુણયુક્ત ગુણસ્થાનક પામીને બીજે ભવે ભધ્ધિ સિધ્ધિ પામી વેરાગ્ય ભાવ દ્રઢ કરી ચારિત્ર લઇ ઉચ્ચગતિને પામ્યા છે.
ભરવાડના ભવમાં મન, વચન, કાયાથી રાગ વગર ખીર ખાય છે. આપણા વીર્યના ક્ષયોપશમ ભાવથી આપણા રાગાદિમાં ઘટાડો થાય છે એવી કોઇ અનુભૂતિ ખરી ?
મહાત્માને વહોરાવ્યા પછી બાકી રહેલી ચીજને ખાવાની છૂટ પણ એ રાગપૂર્વક ખવાય નહિ એવું બને છે ખરું ? સમકીતી મનુષ્ય સમકીતની હાજરીમાં મનુષ્ય આયુષ્ય બાંધી શકે નહિ. પહેલા ગુસ્થાનકે બાંધી શકે છે. ભરવાડના ભવમાં રાગ ખીરનો તૂટે તો આપણે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારા આપણા રાગાદિ કાંઇ તૂટે એવો અનુભવ છે ?
મેં મહાત્માને વહોરાવવાનો સારો લાભ લીધો એમ એકવાર બોલવામાં પચાસ ટકા પુણ્ય નાશ પામે એમ જેટલી વાર બોલે તેમ તેમ પચાસ ટકા પચાસ ટકા પુણ્ય ઘટતું જાય. બાલવીર્યનો ઉપયોગ કરતાં કરતાં માન કષાય-રાગની મંદતા થકી તીર્થંકર-ગણધર-શાસન પ્રભાવક આચાર્ય આદિ થઇ શકે. રાગાદિ પરિણામ મંદ થતા જાય તોજ સમકીતની પ્રાપ્તિ થતી જાય.
દેવની ભક્તિ આપણો રાગ મંદ કરવા માટે કરવાની છે. જેટલા રાગાદિ મંદ થાય તેમ ભક્તિ વધતી જાય છે.
આનંદ કામદેવાદિ શ્રાવકોએ ભગવાનની એક દેશના સાંભળી અંતરમાં પરિણામ પામી અને ઉભા થઇને ભગવાન પાસે નિયમ લીધો કે જે છે તેમાં હવે રાતીપાઇ વધવાની નહિ, ઘટાડો જરૂર થશે ! આજે
Page 125 of 126