Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 104
________________ તેનાથી જીવો એકેન્દ્રિય જાતિમાં જવાલાયક કર્મ બાંધે છે. માટે શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના આત્માએ ત્રીજા મરીચિના ભવમાં કુલમદ કર્યો તેમાં જેમ નીચ ગોત્ર બાંધ્યું. નિકાચીત કર્યું કે ભોગવ્યા. વગર નાશ પામે જ નહિ તેની સાથે એકેન્દ્રિયપણામાં અસંખ્યાતા કાળ જવા માટેનું કર્મ પણ તે જ વખતે ઉપાર્જન કર્યું. એટલે બાંધ્યું તેમજ જ્યારે છેલ્લે મરીચિએ અહીં પણ ધર્મ છે અને ત્રિદંડી વેશમાં પણ ધર્મ છે એમ કહ્યું તેનાથી એક કોટાકોટી સાગરોપમ સંસારમાં ભટકવાનો કાળ ઉપાર્જન કર્યો તે વખતે ત્યાં પણ એકેન્દ્રિયપણામાં ઘણો કાળ પસાર કરવો પડે તેવું કર્મ પણ બંધાયેલ છે. કારણ કે એક કોટાકોટી સાગરોપમનો કાળ એકેન્દ્રિયમાં પસાર થાય તો જ પૂર્ણ થાય માટે તે એકેન્દ્રિય જાતિ નામકર્મ અનુબંધ રૂપે પણ બંધાયેલ છે એમ માનવું પડે. (૨) બેઇન્દ્રિય જાતિ :- જીવોને બેઇન્દ્રિય જાતિપણામાં ઉત્પન્ન કરાવવા લાયક જે કર્મ અથવા તે જાતિ તરફ લઇ જનાર કર્મ તે બેઇન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. (૩) તે ઇન્દ્રિય જાતિ - જીવોને તેઇન્દ્રિય જાતિ તરફ લઇ જનાર જે કર્મ એટલે તે ઇન્દ્રિયપણામાં ઉત્પન્ન કરાવનાર કર્મ તે તેઇન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. (૪) ચઉરીન્દ્રિય જાતિ :- જીવોને ચઉરીન્દ્રિય જાતિ તરફ લઇ જનાર જે કર્મ અથવા ચઉરીન્દ્રિય જીવો રૂપે ઉત્પન્ન કરાવનાર કર્મ તે ચઉરીન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે આ બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થયેલા જીવો વિક્લેન્દ્રિય જીવો ગણાય છે. આ જાતિ નામકર્મની સાથે નિયમા તિર્યંચગતિ બંધાય છે અને બસ નામકર્મ બાદર નામકર્મ બંધાય છે. આ જીવો સ્થાવર તેમજ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા હોતા જ નથી. જ્યારે એકેન્દ્રિય જાતિવાળા જીવો નિયમા સ્થાવર નામકર્મના ઉદયવાળા જ હોય છે અને તેઓ સુક્ષ્મ કે બાદર કોઇપણ નામકર્મવાળા હોય છે. આ વિકલેન્દ્રિય જાતિનો બંધ પહેલા ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે થાય છે. જીવ જો અહીંથી વિલેન્દ્રિયમાં ચાલ્યો જાય તો વધારેમાં વધારે એક હજાર સાગરોપમ કાળ સુધી. ત્યાં ર્યા કરે છે અને તે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થતાં એક ભવ પંચેન્દ્રિયનો કરીને અથવા સ્થાવરપણાનો કરીને ફ્રોથી વિલેન્દ્રિયમાં જઇ વધારેમાં વધારે એક હજાર સાગરોપમ કાળ સુધી ફ્રીથી રહી શકે છે. અનુકૂળ પદાર્થો પુણ્યોદયથી જે મલ્યા છે તેની આસક્તિ રાગ-મમત્વ જેટલા પ્રમાણમાં વિશેષ કરતાં જઇએ તેનાથી આ જાતિમાં જવાલાયક કર્મ બંધાતું જાય છે અને પછી જીવ અનુબંધ રૂપે બંધ કરતો કરતો ત્યાં ર્યા કરે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે મળેલી સામગ્રીમાં જેમ બને તેમ આસક્તિ-રાગ-મમત્વ ઓછા થાય એ રીતે પ્રત્ન કરીને જીવન જીવવા લક્ષ્ય રખાય તોજ એકેન્દ્રિય કે વિલેન્દ્રિય જાતિથી જીવ બચીને જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી પંચેન્દ્રિયપણામાં ક્ય કરે તેવું કર્મ બાંધતો જાય છે. (૫) પંચેન્દ્રિય જાતિ :- જીવોને પાંચ ઇન્દ્રિય તરફ લઇ જનાર કર્મ અથવા પંચેન્દ્રિય પણામાં ઉત્પન્ન થવા લાયક જે કર્મ બંધાય તે પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. પહેલા ગુણસ્થાનકે તિર્યંચ ગતિના બંધની સાથે પાંચેય જાતિ પરાવર્તમાન રૂપે અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત બંધાયા કરે છે. જ્યાર નરકગતિ-મનુષ્યગતિ કે દેવગતિની સાથે નિયમો પંચેન્દ્રિય જાતિ બંધાય છે. બીજા ગુણસ્થાનકથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી નિયમાં પંચેન્દ્રિય જાતિ બંધાય છે. Page 104 of 126

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126