Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 107
________________ વામન સંસ્થાન, (૬) હુંડક સંસ્થાન. (૧) સમચતુરસ્ર સંસ્થાન :- જે શરીરની આકૃતિ પદ્માસને બેસાડ્યા પછી જેના બે ઢીંચણનું જે અંતર એટલે માપ થાય એટલું જ માપ ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું થાય. અને એટલું જ માપ જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું થાય. તેમજ વચલા લલાટ ભાગથી પલાંઠીના મધ્ય ભાગ સુધીમાં પણ એટલું જ અંતર થાય. આ ચારેય એક સરખા માપને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. દેવતાઓને નિયમા આ સંસ્થાન હોય છે. કેટલાક મનુષ્યો અને તિર્યંચોને પણ આ સંસ્થાન હોય છે. શ્રી અરિહંત પરમાત્માની કે સિધ્ધ પરમાત્માની મૂર્તિઓ મંદિરમાં જે રહેલી હોય છે તે આ જ સંસ્થાનવાળી હોય છે. (૨) ન્યગ્રોધ સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચનામાં નાભિથી નીચેના અવયવો લક્ષણથી યુક્ત હોય અને નાભિની ઉપરના અવયવો વડલાના વૃક્ષ જેમ લક્ષણથી રહિત હોય તે ન્યગ્રોધ સંસ્થાન કહેવાય છે. (૩) સાદિ સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચનામાં નાભિથી નીચેના અવયવો લક્ષણથી રહિત હોય અને નાભિથી ઉપરના અવયવો લક્ષણથી યુક્ત હોય તે સાદિ સંસ્થાન કહેવાય. (૪) કુબ્જ સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચનામાં અંગ જે પ્રાપ્ત થયેલા હોય તેમાં પેટ, છાતી, પીઠ, મસ્તક લક્ષણથી યુક્ત હોય અને બાકીના અંગો લક્ષણથી રહિત હોય તે કુબ્જ સંસ્થાન કહેવાય છે. (૫) વામન સંસ્થાન :- જે જીવોની શરીરની રચના વિશેષમાં જે અંગ પ્રાપ્ત થયેલ હોય તેમાં મસ્તક, પેટ, છાતી અને પીઠ લક્ષણથી રહિત હોય અને બાકીના અંગો લક્ષણથી યુક્ત હોય તે વામન સંસ્થાન કહેવાય છે. (૬) હુંડક સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચના વિશેષમાં સઘળાય અંગોપાંગ વગેરે લક્ષણથી રહિત હોય તે હુડક સંસ્થાન કહેવાય છે. આ છ એ સંસ્થાનમાંથી એક અંતર્મુહૂર્ત એક જ સંસ્થાન બંધાય છે અને ઉદયમાં પણ એક જ હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય, પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોમાં સન્ની લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં તથા નારકીના જીવોને એક હુંડક સંસ્થાન હોય છે. સન્ની પર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચોને વિષે છ એ સંસ્થાનમાંથી કોઇપણ એક ઉદયમાં હોય છે. એવી જ રીતે નારકી-દેવ અને એકેન્દ્રિય જીવોને સંઘયણ ઉદયમાં હોતું નથી. વિકલેન્દ્રિય-અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા તથા સન્ની લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોને એક છેવટ્ટુ સંઘયણ ઉદયમાં હોય છે. બાકીના તિર્યંચ અને મનુષ્યોને છ એ સંઘયણો ઉદયમાં હોય છે. ઔદારીક શરીર બંધાતુ હોય ત્યારે એકેન્દ્રિય જાતિના બંધ સિવાય જે જાતિઓ બંધાય છે તેમાં પંચેન્દ્રિય જાતિની સાથે ઔદારીક શરીર અને અંગોપાંગના બંધ કરતા હોય ત્યારે છ સંઘયણમાંથી કોઇપણ એક અને છ સંસ્થાનમાંથી કોઇપણ એકનો બંધ કરતાં હોય છે આથી તેના ૩૬ વિકલ્પો પડી શકે છે તે આ પ્રમાણે : (૧) વ્રજૠષભ નારાચ સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન. (૨) વ્રજૠષભ નારાચ સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૩) વ્રજૠષભ નારાચ સંઘયણ સાદિ સંસ્થાન. (૪) વ્રજૠષભ નારાચ સંઘયણ કુબ્જ સંસ્થાન. Page 107 of 126

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126