Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 105
________________ એકેન્દ્રિયપણામાંથી જીવ મનુષ્ય ગતિ પામીને તે ભવમાં મોક્ષે જઇ શકે છે જ્યારે વિકલેન્દ્રિયપણામાંથી મનુષ્ય ગતિ પામીને તે ભવે મોક્ષે જતો નથી. તે ભવમાં વધારેમાં વધારે સાતમા ગુણસ્થાનક સુધીનાં પરિણામને પામી શકે છે. પંચેન્દ્રિય મરીને પંચેન્દ્રિય મનુષ્ય રૂપે થાય તો મોક્ષે જઇ શકે છે. સંઘયણ નામકર્મ - સંઘયણ = હાડકાની રચના વિશેષ. હાડકાનો બાંધો જે તૈયાર થાય તે સંઘયણ કહેવાય. આ હાડકાના રચનાની સાથે મનને ખુબ જ સંબંધ હોય છે. જે જીવોનો હાડકાનો બાંધો જેટલો મજબૂત એટલું એ જીવોનું મનોબળ મજબૂત હોય છે અને જે જીવોનો હાડકાનો બાંધો નબળો હોય તે જીવોનું મનોબલ મજબૂત નથી હોતું પણ નબળું હોય છે. એટલે ચંચળ હોય છે. આ સંઘયણના બાંધાના ભેદો છ પ્રકાર રૂપે હોય છે. તેમાં પહેલા પ્રકારનું જે સંઘયણ કહેવાશે તે સંઘયણ એટલું મજબૂત હોય છે કે તે તોડે તૂટતું નથી. ઘણના ઘણ મારવામાં આવે તો પણ તેની કરચ પણ ખરતી નથી. આવા સંઘયણ બળમાં જીવો જો તેનો સદ્ઉપયોગ કરી આત્મકલ્યાણ માટે તે બળનો ઉપયોગ કરે અને જો સારા કાળ હોય તો મોહનીય કર્મનો નાશ કરી વીતરાગ દશાને પામી બાકીના ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે અને પછી બાકીના અઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષે જઇ શકે છે. જો કદાચ મોક્ષે ન પણ જાય અને સુંદર આરાધના મોક્ષમાર્ગમાં ચઢીને કરતો જાય તો શુધ્ધ પરિણામની સ્થિરતા પેદા કરીને પાંચ અનુત્તરમાંથી કોઇપણ અનુત્તરમાં ઉત્પન્ન થઇ શકે છે માટે આ સંઘયણના બળમાં શ્રી ઋષભદેવ ભગવાનના શાસનનો કાળ જે પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો હતો તેમાં તેમની પાટે જે જે રાજાઓ થયા અને જેઓ મોક્ષે નથી ગયા તે બધાય સંયમનો સ્વીકાર કરી કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા છે. પણ દુર્ગતિમાં એક પણ રાજા ગયેલ નથી. આ રીતે તેમની પાટે અસંખ્યાતા રાજાઓ થયા તેમાં અસંખ્યાતા મોક્ષે ગયા છે અને અસંખ્યાતા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા છે પણ જો આસંઘયણ બળમાં તેનો ઉપયોગ કરતાં ન આવડે અને જો દુર ઉપયોગ કરતાં પાપ કરવામાં પાવરધો થતો જાય તો તે જ સંઘયણના બળે તીવ્ર પરિણામે પાપોનું આચરણ કરી કરીને સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ સાતમી નારકીમાં જવા માટે આ પહેલું સંઘયણ જોઇએ છે. માટે તંદુલીયા મચ્છને ચોખાના દાણા જેટલી કાયા હોય છે. તે હજાર યોજન ઉંચાઇવાળા મગરના આંખની પાંપણમાં ઉત્પન્ન થાય છે અને એક અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય છે તે જીવો પૂર્વભવનો અનુબંધ લઇને આવેલા હોય છે તે અનુબંધ ઉદયમાં આવતાં પહેલા સંઘયણના બલે તીવ્ર પરિણામ કરીને સાતમી નારકીનું આયુષ્ય બાંધીને ત્યાં ઉત્પન્ન થાય છે. માટે મળેલા સંઘયણથી જે બળ પ્રાપ્ત થયેલ છે તેનો દુરઉપયોગ ન થાય તેની કાળજી રાખી સદ્ઉપયોગ કરી લેવામાં આત્મકલ્યાણ છે. બાકીના જે પાંચ સંઘયણો હોય છે તેમાં જીવોને બળ ઓછું થતું જાય છે કે જેના કારણે મનોબળ મજબૂત રૂપે મળતું નથી. માટે તે સંઘયણથી જીવો કેવલજ્ઞાન પામી શકતાં નથી. સંઘયણ છ છે તેના નામો - (૧) વજ્ર ઋષભ નારાચ સંઘયણ, (૨) ૠષભ નારાચ સંઘયણ, (૩) નારાચ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલીકા સંઘયણ, (૬) સેવાર્ત સંઘયણ. (૧) વજ્ર ઋષભ નારાય સંઘયણ : વજ્ર = ખીલો. ઇન્દ્રના વજ્ર જેવું હાડકું જે રહ્યું હોય તે. ૠષભ = પાટો. હાડકું પાટા રૂપે રહેલું હોય તે. નારાચ = મર્કટ બંધ. વાંદરાની સાથે પોતાનું બચ્ચું જે રીતે છાતીએ વળગેલું હોય કે જેના કારણે Page 105 of 126

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126