Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 110
________________ રાગાદિ પરિણામની મંદતા કેટલી છે જ્યાં મશ્કરી કરવાને બદલે આ રીતનો સત્કાર નાના નાના તાપસો. આપે એ જ સંયમીતતા કેટલી ? સામાની બેડોળ આકૃતિ જોઇને મશ્કરી વગેરે કરે તો અશુભ કર્મ તીવ્ર રસે બંધાતા જાય છે. ગ્રંથી મજબુત થાય છે વખાણીએ તો પણ અશુભ સંસ્થાનનો રસ જોરદાર બંધાય છે. રાગાદિ પરિણામની ગ્રંથી મજબુત ન થાય તે રીતે આકૃતિ જોવાની છૂટ કહેલી છે. આપણે જોઇ જોઇને શું જોવાના ? માત્ર પુદ્ગલનો જથ્થો. આત્માને તો આપણે જોઇ શકવાના નથી તો પછી શા માટે પુગલ જથ્થાને જોઇને રાગાદિ પરિણામ કરવા ? સચેતન પદાર્થની આકૃતિ અને અચેતન પદાર્થની આકૃતિ જોતાં બન્નેમાં આપણે ધ્યાન રાખવાનું છે. ક્નચર વગેરેમાં રાગ થાત તો મરીને એ લાકડામાં કીડારૂપે જન્મ થાત. પૂજામાં દાખલો આવે છે ને કે સાધ્વીજી પોતાના ટેબલના ખાનામાં પૈસા મુક્તા (રાખતા) હતા. તેનું રોજ ધ્યાન રાખતા એમાં મરીને ત્યાં જ તે મકાનમાં ઝેરી ગરોળી થઇ અને તે પાટલા ઉપર બેસી ગઇ. સાધ્વીજીઓએ કઢાવી મરીને ફ્રીથી ઝેરી ગરોળી થઇ. આ વાત આવે છે તો પછી આપણી સ્થિતિ શું? સબપુદ્ગલકી બાજી પુદ્ગલનો સ્વભાવ છે. એવો જ વિચાર કર્યા કરવાનો. સચેતન કે અચેતન પદાર્થની આકૃતિના વખાણ કરીએ તો ભવાંતરમાં બેડોળ આકૃતિ મળે એવું કર્મ બંધાય છે. આકૃતિના દર્શન ન થાય ત્યાં ઉત્પન્ન થાય એટલે ? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિયપણામાં ઉત્પન્ન થાય ! વર્ણ નામકર્મ :- જેન શાસનમાં મુખ્ય પાંચ વર્ણો ગણાય છે. (૧) કાળો, (૨) નીલો (લીલો), (૩) લાલ, (૪) પીળો અને (૫) સદ્દ. આ એક એક વર્ણના સામાન્ય આછો ઘેરો થોડો વધારે, અતિ વધારે એમ મંદ-મંદત્તરમંદતમ-તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ-મધ્યમ ઇત્યાદિ એક એક વર્ણના અનંતા અનંતા ભેદો થાય છે. તેમાં એક ગુણ કાળો, બે ગુણ કાળો, ત્રણ ગુણ કાળો, સંખ્યાત ગુણ કાળો, અસંખ્યાત ગુણ કાળો અને અનંત ગુણ કાળો. એમ નીલાદિ વર્ણોમાં પણ જાણવું. આ પાંચેય વર્ણમાંથી કોઇને કોઇ વર્ણ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાયા કરે છે અન એકથી તેર ગુણસ્થાનક સુધી ઉદયમાં પણ સતત રહ્યા જ કરે છે. આ પાંચ વર્ણમાં કાળો અને નીલો એ વર્ણો અશુભ ગણાય છે અને બાકીના ત્રણ વર્ષો લાલ-પીળો અને સદ્દ શુભ ગણાય છે. અશુભ વર્ગોમાં પણ જો રસની પ્રધાનતા-સ્પર્શની પ્રધાનતા કે ગંધની. પ્રધાનતાની અપેક્ષાએ વિચારણા કરાય તો તે કાળો કે નીલો વર્ણ અશુભ ગણાતો નથી. આ કારણથી જ શ્રી તીર્થંકર પરમાત્માઓનાં શરીરનો વર્ણ કેટલાક તીર્થકરોનો કાળો વર્ણ-નીલ વર્ણ ઇત્યાદિ વર્ણન આવે છે તે વર્ણની સાથે ગંધ, રસ અને સ્પર્શની પ્રધાનતાના કારણે શુભ રૂપે ગણાય છે. બાકી અશુભ ગણાય છે. આ વર્ણના ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ સો ભેદ થાય છે તે આ પ્રમાણે. કાળો વર્ણ સુગંધ યુક્ત હોય અને દુર્ગધ યુક્ત પણ હોય આથી ગંધ અપેક્ષાએ બે ભેદ ગણાય. કાળો વર્ણ :- કડવા રસવાળો હોય, તીખા રસવાળો હોય, તુરા રસવાળો હોય, ખાટા રસવાળો. હોય અને મીઠા રસવાળો પણ હોય એમ પાંચ ભેદ થાય. કાળો વર્ણ :- ગુરૂ સ્પર્શવાળો, લઘુ સ્પર્શવાળો, શીત સ્પર્શવાળો, ઉષ્ણ સ્પર્શવાળો, મૃદુ સ્પર્શવાળો, કર્કશ સ્પર્શવાળો, સ્નિગ્ધ પર્શવાળો અને રૂક્ષ સ્પર્શવાળો પણ હોય છે એમ ૮ સ્પર્શવાળો હોય છે. કાળો વર્ણ - ગોળ આકૃતિવાળો, લંબગોળ, વલયાકાર આકૃતિવાળો, ચોરસ આકૃતિવાળો, Page 110 of 126

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126