Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 109
________________ છે. આથી છ એ સંસ્થાનમાંથી કોઇપણ સંસ્થાનના ઉદય કાળમાં જીવો કેવલજ્ઞાન પામીને મોક્ષે જઇ શકે છે. હાલમાં પાંચમા આરામાં રહેલા મનુષ્ય અને તિર્યંચોને વિષે છ એ સંસ્થાનમાંથી કોઇપણ સંસ્થાન હોઇ શકે છે. જ્યારે કેટલાક આચાર્યો કહે છે કે પહેલા પાંચ સંસ્થાન વ્રજસ્વામીજીના વખતમાં વિચ્છેદ થયેલા છે માટે એક છેલ્લું સંસ્થાન એટલે હુંડક સંસ્થાન ઉદયમાં હોય છે એમ કહે છે. તત્વ કેવલી ગમ્ય. આ ઉપરથી જીવોના પરિણામો એટલે અધ્યવસાયો સમયે સમયે અથવા અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત કેટલા પરિવર્તન થયા કરે છે તે વિચારી શકાશે આથી કોઇના શરીરની કે પોતાના શરીરની આકૃતિ બરાબર ન હોય તો ખેદ કરવો નહિ અને સારી આકૃતિ હોય તો રાજી થવું નહિ. સેવાર્ત સંઘયણ :- આ સંઘયણ બલ એવું કે થોડુંક કામ કરે અને સેવા માંગે-થાકી જાય તે સેવાર્ત. આપણને અત્યારે આ સંઘયણ બળ હોવાથી વેદના વધારે લાગે છે માટે અભ્યાસ કરી જેટલી સહન શક્તિ કેળવીએ તેટલી નિર્જરા વધારે કરી શકીએ. શાસ્ત્રમાં કહ્યું છેકે શરીર દુઃખે તો સૂઇ જવું પણ કોઇની પાસે સેવા કરાવવી નહિ, અડવા દેવું નહિ કારણ કે એ ભયંકર ચેપી રોગ છે. બીજા પાસે સેવા લેવાની ખરાબ આદત પડી જશે તો ભવિષ્યમાં આર્તધ્યાન થશે ત્યારે મોહરાજા શરીરના મમત્વ સિવાય કાંઇ જોવા દેશે નહિ. શરીરનું મમત્વ ઘટાડવા શરીર થાકી જાય ત્યાં સુધી એની પાસેથી કામ લેવાનું અને આત્મકલ્યાણ સાધવામાં ઉપયોગી બનાવવું. શરીર સારી રીતે કામ આપે એવું હોય તો તના દ્વારા, ગુરૂ, ધર્મની ભક્તિ વધારે કરવી જોઇએ કે જેથી નિર્જરા વધારે થાય અને પુણ્યબંધ પણ સારો થાય બન્ને ફ્ળ મળે. માટે ભૂખ લાગે ત્યારે તરત જ ખાવા બેસવું નહિ. ભૂખ સહન થાય ત્યાં સુધી સહન કરવી. ભૂખ સહન કરતાં કરતાં અસહ્ય થાય ત્યારે ખાવાની છૂટ. જ્ઞાનીઓ કહે છે કે આટલા ઓછા બળમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા જીવો કરતાં આપણે વધારે કામ કરી શકીએ એમ છીએ. મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વક્રોડ વરસના આયુષ્યની અપેક્ષાએ આપણા આયુષ્યનો કાળ કેટલો ? એમાં ઉંઘવાનો, ખાવાનો, પીવાનો કાળ કેટલો ? બાકી જેટલો કાળ બચ્યો એટલા અલ્પ કાળમાં જા ધર્મ કરવા માંડીએ તો આપણે નિર્જરા વધારે કરી શકીએ અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને કેવલજ્ઞાન જલ્દી પામી શકીએ. સંસ્થાન એટલે આકૃતિ આપણા શરીરની આકૃતિ બરાબર ન હોય તો તે જોઇને નારાજી થાય અને બીજાની સારી આકૃતિ જોઇને અંતરમાં દ્વેષ પેદા થાય તેનાથી દુ:ખમય સંસાર વધારતા જઇએ છીએ. અત્યારે જીવોને છએ સંસ્થાનમાંથી કોઇને કોઇ સંસ્થાન હોઇ શકે છે. સંસ્થાનનો વિચ્છેદ થયેલો નથી. ગુણયુક્ત ગુણસ્થાનકમાં પ્રવેશેલા ન હોય એવા આર્યદેશમાં જન્મેલા પહેલા ગુણસ્થાનકમાં રહેલા હોવા છતાં તેઓના રાગાદિ કેટલા મંદ હોય છે. તેને માટે સમરાદિત્ય રાજાની કથામાં વાત આવે છે. પહેલા ભવમાં ગુણસેન રાજાનો દીકરો છે, અગ્નિ શર્મા પુરોહિતનો દીકરો છે. તે અગ્નિશર્માનું શરીર એવું બેડોળ છેકે જોનારાને અણગમો જ પેદા થાય. જ્યારે જ્યારે એ બહાર નીકળે ત્યારે ત્યારે ગુણસેન એની મશ્કરી કર્યા વિના રહે નહિ. રોજ આ પ્રમાણે સહન કરતાં એક દિવસ અગ્નિશર્મા એવો કંટાળી ગયો કે દેશ છોડીને ભાગી ગયો અને જંગલમાં ગયો ત્યાં આશ્રમ હતો ત્યાં નાના નાના બાળ તાપસો હતા. દૂરથી અતિથિને આવતો જોઇને આવા શરીરવાળાને જોઇને મશ્કરી કરવાને બદલે સત્કાર આપીને પધારો પધારો કરે છે. અગ્નિશમાએ કોઇ દિ’ આ સાંભળ્યું નથી એ સાંભળીને એને એમ થાય છે કે હું કાંઇ દેવલોકમાં તો આવ્યો નથી ને ? વિચારો Page 109 of 126

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126